Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

જો દિખતા હૈ વો હૈ નહીં

ચીનના ચેન્ગડુ શહેરમાં એક પેટ કેફેમાં બે ડોગીઓના ફરને એ રીતે રંગવામાં અને ટ્રિમ કરવામાં આવ્યું હતું કે ડોગ નહીં, પાન્ડા જ હોય એવું લાગે. પેટ કેફેમાં મસ્ત અહીંતહીં મજા માણી રહેલા ડોગીઝના ફોટો વાઇરલ થયા ત્યારે સોશ્યલ મીડિયા પર લોકોએ ટીકાનો જબરો મારો વરસાવ્યો હતો. સફેદ-કાળા રંગને કારણે પાન્ડા જેવા લાગતા હોવાથી કેફેમાં આવતા લોકો માટે એ જબરૂ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે, પરંતુ પ્રાણી પ્રેમીઓને એમાં વાંધો છે.

(11:38 am IST)