Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

આ ભારતીય શખ્સને ફેસબુક પર ધ્વજની પોસ્ટ કરવી ભારે પડી: ગુમાવવી પડી નોકરી

નવી દિલ્હી: સિંગાપુરમાં એક ભારતીયને ફેસબુક પર દેશના ફાટેલા ઝંડા સાથે ફોટો શેર કરવો ખુબજ ભારે પડ્યો છે 14 ઓગસ્ટના રોજ બનેલ આ ઘટનાને લઈને સિંગાપુરના એક ડીબીએસ બેકમાં કામ કરતા અવિજિત દાસ પટનાયકની નોકરી ચાલી ગઇ છે.પટનાયકે સિંગાપુર ઈંડિયંસ એન્ડ એક્સપાઇટ્સ નામના સમૂહના ફેસબુક પેજ પર એક ફોટો પોસ્ટ કરી હતી જેમાં એક ટીશર્ટ પર સીંગાપુરનો ધ્વજ ફાટેલો  દેખાડ્યો છે જેથી  કરીને નીચે ભારતીયનો ધ્વજ દેખાઈ શકે આ ઘટનાને લઈને તેને નોકરી ગુમાવવાની નોબત આવી છે.

(6:41 pm IST)