Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ડાયાબિટીઝનું નિદાન થાય એ પહેલાંનાં ર૦ વર્ષ પહેલાંથી શરીરમાં બદલાવ આવવા લાગે છે

લંડન તા. ર૪: લોહીમાં શુગર વધેલી આવે અને ટાઇપ ટૂ ડાયાબિટીઝનું નિદાન થાય એ પહેલાં કેટલાંય વર્ષોથી એનાં લક્ષણો શરીરમાં આકાર લેવાનું શરૂ થઇ ગયું હોય છે એવું જપાનની શિન્શુ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે. ફાસ્ટિંગ શુગર વધી જવી, હાઇટના પ્રમાણમાં વજન વધી જવું અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતા ઘટી જવી જેવાં લક્ષણો ડાયાબિટીઝનું નિદાન થાય એનાં દસ વર્ષ પહેલાંથી દેખાવાનું શરૂ થઇ જાય છે. જપાનના મેટાબોલિક ડિસઓર્ડરના નિષ્ણાત હિરોયુકી સાગેસાકાનું કહેવું છે કે વ્યકિતની ચયાપચયની ક્રિયામાં તો વીસ વર્ષ પહેલાં જ ડાયાબિટીઝ એટલે કે શુગરનું એનર્જીમાં રૂપાંતર થવાની પ્રક્રિયામાં પેદા થયેલા અવરોધો જાણમાં આવે છે. પ્રી-ડાયાબેટિક ટર્મ વપરાવા લાગી છે જેમાં બ્લડ-શુગરમાં થોડીક ઊથલપાથલ થવાની શરૂઆત થઇ હોય. જોકે એ પહેલાં પણ ચયાપચયની ક્રિયામાં આવતા બદલાવોથી ડાયાબિટીઝની શરૂઆત થઇ હોય છે.

 

(3:41 pm IST)