Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મેરથોન દોડતાં-દોડતાં વચ્ચે લગ્ન કરી નાખ્યાં

ન્યુયોર્ક તા. ર૪: અમેરિકાના મિશિગન રાજયના ડિટ્રોઇટ ટાઉનમાં આ વીક-એન્ડ દરમ્યાન મેરથોન દોડ યોજવામાં આવી હતી. એમાં વ્હિટની બ્લેક અને સ્ટીવન ફિલિપ્સ નામના યુગલે પણ ભાગ લીધો હતો. નવાઇની વાત એ છે કે ૪ર કિલોમીટરની દોડ દરમ્યાન આ યુગલે વચ્ચે લગ્ન પણ કરી લીધાં. પહેલેથી જ બધું સેટ હતું. ર૧ કિલોમીટરની દોડ પૂરી થઇ એટલે ત્યાં તેમણે દસ મિનિટનો વેડિંગ માટેનો બ્રેક લીધેલો. જયાં લગ્ન કર્યા હતાં ત્યાં તેમના મિત્રો પણ હાજર રહ્યા હતા. જોકે લગ્નનાં વચનોની આપ-લે કર્યા પછી તેમણે ફટાફટ પાછું દોડવાનું શરૂ કરી દીધું હતું અને ફુલ મેરથોન પુરી કરી હતી. (૭.ર૮)

(3:41 pm IST)