Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સ્કૂલ બેગ લઈને ફરવા પર સ્કૂલે પ્રતિબંધ મૂકતાં સ્ટુડન્ટ્સે માઇક્રોવેવમાં પુસ્તકો લાવવાનું શરૂ કર્યું

લંડન તા. ૨૪:  નાનાં બાળકોની ભારેખમ સ્કૂલબેગ્સ તેમની કમરને નુકસાન કરે છે અને બાળકોના ખભાનો ભાર કોઈક રીતે ઘટાડવો જોઈએ એવી ચળવળ દુનિયાભરમાં ચાલે છે. જોકે બ્રિટનમાં ર્સ્પાલ્ડિંગ ગ્રામર સ્કૂલમાં સ્ટુડન્ટ્રસને બે કલાસ વચ્ચે સ્કૂલબેગ લઈને ફરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. તેમને કહેવામાં આવ્યું હતું કે બે કલાસ વચ્ચે તેમણે જરૂરી પુસ્તકો જ હાથમાં લઇને ફરવું. જોકે ૧૭ વર્ષના જેકબ ફોર્ડ નામના વિદ્યાર્થીએ સ્કૂલબેગ પરના આવા પ્રતિબંધનો વિરોધ કરવા માટે અવળચંડાઈ શરૂ કરી. એક દિવસ તે ઘરેથી માઈક્રોવેવ લઈ આવ્યો અને એમાં પુસ્તકો મૂકીને સ્કૂલમાં ફરવા લાગ્યો. બીજા દિવસે તેણે મોટું નેતરનું બનેલું ર્બાકસ લઈને સ્કૂલમાં ફરવાનું શરૂ કર્યું. એ પછીએ મન ન ભરાયું એટલે તેણે ૩૦૦૦ શબ્દોનો નિબંધ લખીને કલાસમાં ચોંટાડી દીધો.(૪૬.૩)  

 

(3:40 pm IST)