Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ફુટબોલના ગ્રાઉન્ડ જેટલા ટાપુ પર રહે છે ૫૦૦ લોકો

છેલ્લા એક દાયકાથી યુગાન્ડા અને કેન્યા વચ્ચે ચાલીરહેલા વિવાદમાં આફ્રિકાના વિકટોરીયા લેકમાં આવેલો મિગિન્ગો ટાપુ કેન્દ્રસ્થાને છે. આ ટાપુ માંડ ૨૫૦ સ્કવેર મીટરની સાઇઝનો છે, પરંતુ અહીં એટલી ગીચ વસ્તી છે કે લોકોના ઘરની વચ્ચે શ્વાસ લઇ શકાય એટલી ખુલ્લી જગ્યા પણ નથી. દેખાવમાં અન ેક્ષેત્રફળમાં સાવજ ટચુકડા એવા આ ટાપુ પર ૫૦૦ થી વધુ લોકોની વસ્તી છેે. આ લોકો માછીમારી કરીને જીવન ગુજારે છે અહીં માત્ર પતરાના ટેમ્પરરી ઘરો જ છે એવું નથી, અહીં બાર કુટણખાનું અને નાનકડા બંદર જેવું પણ છે (૩.૭)

(3:40 pm IST)