Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ઉપયોગમાં લીધેલ ટી-બેગનો કરો ફરી ઉપયોગ

ભારતમાં બધા ચા પીવાના શોખીન છે. કેટલાય લોકો માટે તો દિવસની શરૂઆત ચા વગર અધુરી છે. ચા બનાવવા માટે ટી-બેગનો ઉપયોગ કરવામાં આવે છે અને ચા બનાવ્યા બાદ તે ટી-બેગને નકામી ગણીને ફેંકી દેવામાં આવે છે. પરંતુ, તમે એ જાણીને હેરાન રહી જશો કે કામમાં લીધેલ ટી-બેગનો ફરી ઉપયોગ કરી શકાય છે. તો જાણો ટી-બેગનો બીજીવાર કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.

. દરરોજ ફ્રીઝની સફાઈ ન કરવાથી તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તે દુર્ગંધને દુર કરવા માટે ટી-બેગ મદદરૂપ છે. ઉપયોગમાં લીધેલ ટી-બેગને ફ્રિઝમાં રાખી દો. એવુ કરવાથી ધીમે-ધીમે દુર્ગંધ દૂર થઈ જશે.

. ગ્રીન ટી અથવા પેપરમિંટ જેવી ટી-બેગથી તમે નેચરલ માઉથવોશ પણ બનાવી શકો છો. માઉથવોશ બનાવવા માટે ટી-બેગને ગરમ પાણીમાં પલાળી ઠંડુ થવા રાખી દો. તમારૂ માઉથવોશ તૈયાર છે.

. કાચના અરીસા પર પડેલ ડાઘને પણ ટી-બેગથી દૂર કરી શકાય છે. ઉપયોગમાં લીધેલ ટી-બેગને બારી અથવા ડ્રેસીંગ ટેબલના કાચ પર હળવા હાથે ઘસો. તેનાથી કાચ એકદમ નવા દેખાશે.

. લાકડાના ફર્નિચરને ચમકાવવા માટે ટી-બેગને પાણીમાં ઉકાળી લો અને ઠંડુ થવા માટે રાખી દો. ઠંડુ થયા બાદ ટી-બેગવાળા પાણીમાં નરમ કપડુ પલાળી ફર્નિચર સાફ કરો.

. ટી-બેગ દ્વારા ઉંદરને સરળતાથી બહાર ભગાડી શકાય છે. ટી-બેગમાં પેપરમિંટ ઓઈલના થોડા ટીપા નાખો. તેનાથી ઉંદર, મકોડા અને કીડીથી છૂટકારો મેળવી શકાય છે.

(9:44 am IST)