Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

લેબનોનથી પ્રવાસીઓને લઇને જતી એક નાવડી દરિયામાં પલ્ટી ખાતા 73 લોકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: લેબનોનથી પ્રવાસીઓથી લઇ જઇ રહેલ એક હોડી ગુરૃવારે બપોરે સીરિયાના દરિયાકિનારે પલટી જતાં ઓછામાં ઓછા ૭૩ લાકોના મોત થયા છે તેમ સીરિયાના સરકારી મીડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે. સીરિયાના સરકારી ટીવીએ સીરિયન પોર્ટ ઓથોરિટીના પ્રમુખ જનરલ સામિર કોબ્રોસલીના સંદર્ભથી જણાવ્યું હતું કે બચાવ કામગીરી અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. સીરિયાના આરોગ્ય પ્રધાન હસન અલ ગબાશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જહાજ કાટમાળમાંથી કાઢવામાં આવેલા મૃતદેહોની સંખ્યા ૭૩ થઇ ગઇ છે. જ્યારે અન્ય ૨૦ લોકોની સારવાર સિરિયન પોર્ટ ટાર્ટસની હોસ્પિટલમાં ચાલી રહી છે. બચી ગયેલા લોકોમાં સિરિયા, લેબેનોન અને પેલેસ્ટિનના નાગરિકોનો સમાવેશ થાય છે. સીરિયાના અધિકારીઓએ ગુરૃવાર બપોરે ટાર્ટસના તટ પાસેના સમુદ્રમાં મૃતદેહોને શોધવાની કામગીરી શરૃ કરીહતી. જો કે અધિકારીઓએ જણાવ્યું હતું કે ડૂબી ગયેલ હોડીનું શું થયું છે. સીરિયન પરિવહન મંત્રાલયે જીવિત બચેલા લોકો અંગે જણાવ્યું હતું કે હોડી મંગળવારે લેબોનોનના ઉત્તર મિનેહ વિસ્તારમાંથી નીકળી હતી. જેમાં ૧૨૦થી ૧૫૦ લોકો સવાર હતાં.

(5:55 pm IST)