Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

રશિયામાં એરલાઇન સ્ટાફ સહીત શિક્ષકો અને ડોક્ટરોને સેનામાં ભરતી કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: રશિયામાં એરલાઇન અને એરપોર્ટમાં કામ કરતા સ્ટાફ, શિક્ષકો અને ડોક્ટરોને લશ્કરમાં ભરતી થવાનો આદેશ મળ્યો છે. રશિયાના અખબાર મુજ કમસેકમ દસ એરપોર્ટ સ્ટાફને મિલિટ્રી રજિસ્ટ્રેશન માટે બોલાવવામાં આવ્યો છે. યુક્રેનમાં રશિયાનું રિઝર્વ લશ્કર મોકલ્યાના આદેશ પછી આ આદેશ મળ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધના લીધે રીન્યુએબલ એનર્જી તરફ આગળ વધવાના ભારતના પ્રયાસને ફટકો પડયો છે. ફક્ત ભારત જ નહી વિશ્વના કેટલાય દેશોની ઊર્જા માટે કોલસા પરની આત્મનિર્ભરતા વધી જશે.આંતરરાષ્ટ્રીય વલણ નિર્ણાયક રીતે રશિયાની વિરુદ્ધ જઈ રહ્યુ છે. અત્યાર સુધી યુદ્ધથી અને તેના વલણને લઇને તટસ્થ રહેલા દેશો પણ અમેરિકા સાથે જોડાઈ રહ્યા છે. તેઓ મોસ્કોના હુમલાને વખોડી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત વ્યવસ્થાના સિદ્ધાંતોનો ભંગ ગણાવે છે.  પશ્ચિમી દેશો વારંવાર કરી રહ્યા છે કે રશિયા યુક્રેન યુદ્ધ શરુ થયુ ત્યારથી અળગું પડી ગયું છે.ે પુતિનની સામે રીતસર એક આંતરરાષ્ટ્રીય મોરચાનું નિર્માણ થઈ રહ્યુ હોય તેવી સ્થિતિ છે. સરકાર રણનીતિક પેટ્રોલિયમ રિઝર્વને ભરવા માટે હાલની એલએનજી ટનલ અને પૂરા થઈ ગયેલા તેલના કૂવાને ભરવાનું આયોજન કરી રહી છે. આ નીતિ હેઠળ અંડરગ્રાઉન્ડ માળખુ બનાવવાની યોજના પર પણ કામ ચાલી રહ્યું છે. ભારત પાસે વિશાખાપટ્ટનમ, મેંગ્લોર ્અને પાદુરમાં અંડરગ્રાઉન્ડ રણનીતિક તેલભંડાર છે. અહીં ૫૩.૩ લાખ ટન ઓઇલ ઉપલબ્ધ છે. તેને સ્ટ્રેટેજિક રિઝર્વ પણ કહેવાય છે. 

(5:55 pm IST)