Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

યુક્રેનની નેશનલ સાયન્સ એકેડમીએ રજૂ કરેલ સંશોધનપત્ર મુજબ કિવ સહીત આસપાસના ગામડાઓના આકાશમાં સંખ્યાબંધ યુએફઓ દેખાતા હોવાનો થયો દાવો

નવી દિલ્હી: યુક્રેનની નેશનલ સાયન્સ એકેડમીએ એક સંશોધનપત્ર રજૂ કર્યું છે, જેમાં પાટનગર કીવ સહિતના આસપાસના ગામડાંઓના આકાશમાં સંખ્યાબંધ યુએફઓ દેખાતા હોવાનો દાવો થયો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના વિજ્ઞાાનિકોએ પાટનગર કીવના આકાશમાં યુએફઓ (અનઆઈડેન્ટીફાય ફ્લાઈંગ ઓબ્જેક્ટ) દેખાતા હોવાનો દાવો કર્યો હતો. યુક્રેનની નેશનલ સાયન્સ એકેડમીએ એક સંશોધનપત્ર રજૂ કર્યું હતું, જેમાં આ દાવો થયો હતો. સંશોધનપત્રમાં કહેવાયું હતું કે અમે યુએફઓને કીવ અને આસપાસના ગામડાંમાં જોઈએ છીએ. એક નહીં, અનેક યુએફઓ અમને ઓબ્ઝર્વેટરીમાંથી દેખાઈ રહ્યા છે. એકથી વધુ યુએફઓની હાજરી દર્જ થઈ રહી છે અને તેની સ્પીડ ૩થી ૧૫ ડિગ્રી પ્રતિસેકન્ડ હતી. કીવથી ૧૨૦ કિલોમીટરના અંતર સુધી આ યુએફઓ જોવા મળે છે એવું સંશોધનપત્રમાં કહેવાયું છે. યુએફઓ નામ પ્રમાણે એવા ઉડતા પદાર્થને કહેવાય છે કે જેની પરંપરાગત ઉડતા પદાર્થોથી અલગ ડિઝાઈન હોય છે. ખાસ તો ઊંધી રકાબી જેવા આકારના ઉડતા પદાર્થને સામાન્ય અર્થમાં ઉડતી રકાબી કહેવામાં આવે છે. ઉડતી રકાબીને એલિયન્સ યાને પરગ્રહવાસીઓ સાથે જોડવામાં આવે છે.

(5:55 pm IST)