Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

બીમારીને કારણે સામાન્ય કરતા ધરાવે છે આ વ્યક્તિ

નવી દિલ્હી: વિશ્વની સૌથી ઊંચી યુવતીનું નામ રુમેસા ગેલ્ગી છે, જે તુર્કીની છે. આ યુવતીની ઊંચાઈ ભારતના રેસલર 'ધ ગ્રેટ ખલી' કરતાં પણ વધુ છે. તેની ઊંચાઈ 7 ફૂટ 7 ઈંચ છે, જ્યારે દલીપ સિંહ રાણા ઉર્ફે 'ધ ગ્રેટ ખલી'ની ઊંચાઈ 7 ફૂટ 1 ઈંચ છે. તેને જિનેટિક ડિસઓર્ડર વીવર સિન્ડ્રોમ નામની એક બીમારી છે, જેને કારણે તેની લંબાઈ વધુ છે. દરેકને ઊંચાઈ જોઈતી હોય છે. વધુ ઊંચાઈ મેળવવા માટે લોકો સરળ રીતોથી લઈને કસરત સુધીની દરેક પદ્ધતિ અપનાવે છે. કેટલાક લોકો એવા પણ છે, જેમની ઊંચાઈને લઈને મજાક પણ ઉડાવવામાં આવી. અહીં એક યુવતીની વાત કરી રહ્યા છીએ, જેની ઊંચાઈ ભારતીય રેસલર 'ધ ગ્રેટ ખલી' કરતાં પણ વધારે છે. ઊંચાઈને કારણે તેની ઘણી વખત મજાક પણ ઉડાવવામાં આવી છે, પરંતુ તેની આ જ ઊંચાઈને કારણે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું છે. આ યુવતી કોણ છે અને તેને કયું જિનેટિક ડિસઓર્ડર છે એ જાણીએ.

(5:54 pm IST)