Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ઇજિપ્તમાં એક પ્રાચીન મકબરો ફરીથી ખોલવામાં આવ્યો હોવાની માહિતી

નવી દિલ્હીમમીઓના દેશ તરીકે જાણીતા ઇજીપ્તમાં એક પ્રાચીન મકબરાને ખોલવામાં આવ્યો છે. મકબરામાં ઘણા સમયથી કામ ચાલતું હતું જે પૂર્ણ થવાના આરે છે. મકબરો ૪૫૦૦ વર્ષ પહેલા થઇ ગયેલા ફેરોહ હોજરનો છે. એવું માનવામાં આવે છે કે ફેરોહને મૂળ સ્થળે નહી પરંતુ પાસે આવેલા સ્ટેપ પિરામિડમાં દફનાવવામાં આવ્યો હતા જે દુનિયાનો સૌથી પ્રાચીન પિરામીડ માનવામાં આવે છે મકબરો ગલી ખુંચીઓથી ભરેલો છે. તેના પર વિવિધ પ્રકારનું ચિત્ર લખાણ જોવા મળે છે જે ઇજીપ્તના ત્રીજા સામ્રાજયના સમયનું છે. મકબરો અને સ્ટેપ પિરામીડ બંને સ્ટ્રકચર કાહિરાની પાસે આવેલી સક્કારા સાઇટનો એક ભાગ ગણાય છે.

ઇજ્પ્તિના એંટીકિવટીઝ એન્ડ ટૂરિઝમ મંત્રાલયના જણાવ્યા મુજબ આગામી સમયમાં મકબરો સંપૂર્ણ રીતે ખોલી નાખવામાં આવશે. પ્રાચીન મકબરાનું સમારકામ ૨૦૦૬થી ચાલતું હતું. જમીનને સ્પર્શતા ભાગ અને દિવાલોનું સમારકામ કરવામાં આવ્યું હતું. સાઉથર્ન ટોબની સાથે સક્કારાની સપાટ જમીન પર ૧૧ પિરામીડ અને સેંકડો મકબરા છે. થોડાક સમય પહેલા પુરાતત્વવિદોને સોહાગ નામના સ્થળે હમિદિયાદ કબરગાહ પાસે પણ એક પુરાત્વીય સર્વેક્ષણ દરમિયાન સેંકડો મકબરા મળ્યા હતા.

(6:09 pm IST)