-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
પતિના મૃત્યુનાં લગભગ બે વર્ષ પછી વિધવા પત્નિએ આપ્યો દીકરાને જન્મ access_time 3:38 pm IST
-
ઇ-મેમા પ્રશ્ને પોલીસ દ્વારા કરવામાં આવેલ નિર્ણયથી લોકોએ ગભરાવવાની જરૂર નથીઃ એડવોકેટ નકુમ-પારેખ access_time 12:02 pm IST
અફઘાનિસ્તાનમાં તાલિબાનને ટૂંકસમયમાં મજબૂત વિપક્ષનો સામનો કરવાની નોબત આવી શકે છે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા તો કબ્જે કરી લીધી છે પણ તેને બહુ જલ્દી મજબૂત રાજકીય વિપક્ષનો સામનો કરવાનો વારો આવી શકે છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ હમિદ કરજાઈ, ડો.અબ્દુલ્લાહ તેમજ તાલિબાન વિરોધી રેસિસટન્સ ફોર્સના નેતા અહેમદ મસૂદ તેમજ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા એક બીજાના સંપર્કમાં છે. ગની સરકારના સમયગાળામાં 70 દેશોમાં રાજદૂત તરીકે તેનાત થયેલા લોકો પણ આ વાતચીતમાં સામેલ છે અને બહુ જલ્દી તાલિબાન સામે એક મજબૂત રાજકીય વિકલ્પ ઉભો થઈ શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાન બહાર આ ગઠબંધન નિર્વાસિત સરકાર પણ બનાવી શકે છે. આ હિલચાલના પગલે દુનિયાના બીજા દેશો તાલિબાનને માન્યતા આપવામાં ઉતાવળ પણ નહીં કરે. સૂત્રોનુ કહેવુ છે કે, તમામ દાવા પછી પણ તાલિબાનની સરકાર વ્યાપક રીતે પ્રભાવ ઉભો કરી શકી નથી. મહિલાઓને પણ તેમના હક આપવામાં આવી રહ્યા નથી અને તાલિબાન દ્વારા લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે તાલિબાન સામે રાજકીય વિકલ્પ ઉભો કરવો જરૂરી છે.