Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ગે સેક્‍સ પાર્ટી અને ડ્રગ્‍સ માટે પાદરીએ ચર્ચમાંથી ચોર્યા ૮૬ લાખ રૂપિયા!

ઈટાલીમાં એક પાદરીની ચર્ચના ફંડમાંથી ચોરી કરવાના મામલે ધરપકડ કરાઈ

રોમ,તા.૨૪: ઈટાલીમાં એક પાદરીની ચર્ચના ફંડમાંથી ૮૬ લાખ રૂપિયાથી વધુ ચોરી કરવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. આ પાદરી પર ચોરી કરેલા રૂપિયાથી ઘરમાં ગે સેક્‍સ પાર્ટીનું આયોજન કરવાનો અને ડ્રગ્‍સ ખરીદવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા પાદરીનું નામ ફ્રાંસેસ્‍કો સ્‍પાગનેસી છે અને તેમની ઉંમર ૪૦ વર્ષ છે. ફ્‌લોરેન્‍સની પાસે પ્રેટોના ચર્ચમાં કાર્યરત આ પાદરીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
 ઈટાલીની પોલીસ હાલમાં ડ્રગ્‍સ રેકેટમાં સામેલ સંખ્‍યાબંધ લોકોની પૂછપરછ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન પાદરીનું નામ સામે આવ્‍યું હતું. ડ્‍ગ્‍સનું આ સમગ્ર નેટવર્ક ગત બે વર્ષથી સક્રિય હતું. પાદરીની પાર્ટીઓમાં ડ્રગ્‍સનું ડીલિંગ કરનારા ફ્‌લેટમેટ અને એક બહારની વ્‍યક્‍તિ સામેલ રહેતી હતી. બહારની વ્‍યક્‍તિને તે મેલેંગિક ડેટિંગ સાઈટના માધ્‍યમથી શોધતા હતા. મોટા પ્રસંગે વીકલી પાર્ટીઓમાં ૨૦થી ૩૦ લોકો સામેલ થતા હતા.
સ્‍પાગનેસી તપાસ ટીમની નજરમાં ત્‍યારે આવ્‍યા જયારે તેમના ફ્‌લેટમેટે નેધરલેન્‍ડથી એક લીટર જીએચબી મંગાવ્‍યું. હકીકતમાં આ ડીલ વિશે પોલીસને જાણ થઈ ગઈ અને તેણે તપાસ શરૂ કરી દીધી. આ દવાને ડેટ રેપ ડ્રગ્‍સના નામથી પણ ઓળખાય છે.
ફ્‌લેટ પર દરોડા પછી પોલીને આ દવાઓના ઘણા નાના-નાના પેકેટ મળ્‍યા છે. એવામાં શક્‍યતા વ્‍યક્‍ત કરાઈ રહી છે કે, આ ફ્‌લેટમાંથી ડ્રગ્‍સ ડિસ્‍ટ્રીબ્‍યુટ કરાતું હતું. થોડા દિવસ પહેલા જ ચર્ચના એક અકાઉન્‍ટન્‍ટે જણાવ્‍યું કે, ફંડમાંથી ૮૬ લાખ રૂપિયા ગાયબ છે. પોલીસને શંકા છે કે, સ્‍પાગનેસીએ જ આ રૂપિયાની હેરાફેરી કરી છે. પોલીસ આ રૂપિયાથી ડ્રગ્‍સની તસ્‍કરીના મામલાની તપાસ પણ કરી રહી છે.
સ્‍થાનિક મીડિયાએ જણાવ્‍યું કે, સ્‍પાગનેસીની ધરપકડ પછી ચર્ચે પોતાના રૂપિયા પાછા મેળવવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. પાદરીના વકીલે જણાવ્‍યું કે, પાર્ટીઓમાં ડ્રગ્‍સની આપૂર્તિ કરવાની વાત કબૂલી હતી.


 

(10:27 am IST)