Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: આજે સવારના સમયે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમા ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા અંદાજે 5 વાગ્યાને 33 મિનિટ પર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભૂકંપના ઝટકા મહેસુસ થયા હતા ભૂકંપની તીવ્રતા 4.2ની આંકવામાં આવી છે. ત્યાં બીજી તરફ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પણ સવારમાં 5 વાગ્યાને 46 મિનિટ પર ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા હતા.રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 4.3ની આંકવામાં આવી રહી છે. હજુ સુધી આ ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(6:22 pm IST)