Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

તમને એકના એક કપડાં પહેરવાની શરમ આવે છે?

સોશ્યલ મીડિયા પર રોજ નવાં-નવાં કપડાં, એકસેસરીઝ પહેરીને ફોટો પડાવવાનું રીતસરનું ઘેલું લાગે છે. સુંદરતા મનની હોય છે. ઉપર-ઉપરથી જે હોય છે એને દેખાડો કહેવાય છે, ન પરવડતું હોય છતાં દેખાડો કરવા માટે મોંઘાં કપડાં અને મેકઅપ ખરીદવાં એ તો મૂર્ખાઈ જ કહેવાય.

સોશ્યલ મીડિયા પર જે દેખાય છે એમાં ઊંડા ઊતરો ત્યારે ખબર પડે કે દેખાડો કરતા માણસો વ્યકિત તરીકે કેવા હોય છે. જોકે એ તેમનો વ્યકિતગત મામલો છે.

તમે જાતને પૂછો કે તમારી પાસે સારાં કપડાં નથી તો શું એની શરમ આવવી જોઈએ? તમે એકનાં એક કપડાં પહેરીને ફોટો પડાવો છો તો શું એની તમને શરમ આવવી જોઈએ? તમે ગયા મહિને જે કપડાં પહેરીને કોઈ કાર્યક્રમમાં ગયા હતા અને આવતા મહિને એ જ કપડાં પહેરીને બીજા કાર્યક્રમમાં જવાના છો તો શું તમને શરમ આવવી જોઈએ? માણસ એના દેખાવથી નહીં વ્યકિતત્વથી મપાય છે. શરમ ત્યારે આવવી જોઈએ જ્યારે તમે તમારા સિદ્ઘાંતો અને મૂલ્યોની લક્ષ્મણરેખા પાર કરી દીધી હોય.

દેખાતી દુનિયા અને જીવાતી દુનિયામાં બહુ મોટો ભેદ છે. આ ભેદને પારખી શકયા તો આવા દેખાડા માટે કયારેય શરમ નહીં અનુભવાય.

તમે વન-રૂમ-કિચનમાં રહેતા હો અને તમારા મિત્રો, સગાંવહાલાં મોટા ફ્લેટમાં કે બંગલામાં રહેતાં હોય અને તમને તેમને તમારા વન-રૂમ-કિચનના નાના ફ્લેટમાં આમંત્રણ આપતાં શરમ આવતી હોય તો એ શરમ તમે જાતે ક્રીએટ કરેલી છે.

(11:34 am IST)