Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સ્ટ્રોબેરી ખાવાની સાથે મહિલાનો અવાજ ચાલ્યો ગયો: એક્સરે જાણીને ડોક્ટરને પણ થઇ અચરજ

નવી દિલ્હી: એક મહિલાને સ્ટ્રોબેરી ખાવાનો શોખ ખુબજ ભારે પડ્યો છે. મેલ્બર્નમાં રહેનાર મહિલા સ્ટ્રોબેરી ખાવાના થોડાક સમયમાંજ ગળામાં ખુબજ દર્દ મહેસુસ કરવા લાગી હતી અને તેમને દર્દ એટલું બધું વધુ ગયું કે તેમને બોલવું ખુબજ મુશ્કેલ પડી ગયું હતું કારણોસર મહિલાને તાત્કાલિકમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને ડોક્ટરોએ તેમના ગળાનું એક્સરે કર્યું તો એવી ખબર સામે આવી જેને જાણીને ડોકટરો પણ અચંબામાં મુકાઈ ગયા હતા.

 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્ટ્રોબેરીની સાથે મહિલા એક સોયને પણ ગલી ગઈ હતી જેના કારણોસર તેના ગળામાં તે અટકાઈ જતા મહિલાનો અવાજ ચાલ્યો ગયો હતો મેલ્બર્નમાં રહેનાર મહિલા પોતના પતિ અને બાળકો સાથે પોતાના 30માં જન્મદિવસની ઉજવણી કરી રહી હતી ત્યારે કેકમાં લગાવવામાં આવેલ સ્ટ્રોબેરી ખાતા તેમાં સોઈ આવી જતા તેના ગળામાં તે ફસાઈ ગઈ હોવાનું એક્સરેમાં સામે આવ્યું છે.

 

(7:27 pm IST)
  • શેરબજારમાં ભારે ઉતાર-ચડાવઃ સેન્સેકસ માઇનસમાંથી પ્લસમાં: રિલાયન્સ ઇન્ફોસીસ ઉછળ્યાઃ સેન્સેકસ ૬૦ અપ અને નીફટી ૧૧૫૯૪ ઉપર access_time 3:45 pm IST

  • અયોધ્યા મામલે સુપ્રિમકોર્ટમાં ૩૦મા દિવસની સુનાવણી શરૂ : મુસ્લીમ પક્ષના વકીલ રાજીવ ધવન કરી રહયા છે દલીલઃ આજે મુસ્લિમ પક્ષની દલીલો પૂર્ણ થવાની શકયતા access_time 1:11 pm IST

  • બે દિ'મુંબઇમાં ગાજવીજ રહેશે : મુંબઇ અને પરા વિસ્તારોમાં કાલથી ૨ દિ' ગાજવીજ સાથે વરસાદ પડવા સંભાવનાઃ ચોમાસું સીઝનના છેલ્લા તબકકે પહોંચેલ છે. (પવન બદલાવા લાગ્યા છે) ત્યારે ઇન્ટીરીયર મહારાષ્ટ્ર, પૂણે-નાસિક જીલ્લા માટે મોડી રાત્રીના ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળશે. access_time 11:37 am IST