Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઇંડોનેશિયામાં હિંસક સંઘર્ષમાં મૃતકની સંખ્યા વધીને 24એ પહોંચી

નવી દિલ્હી: ઈંડોનેશિયાના પાપુઆ પ્રાંતમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન ચાલી રહેલ હિંસાના શિકાર લોકોની સંખ્યા વધીને મંગળવારના રોજ 24 ની થઇ ગઈ છે જયારે અન્ય 72ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. પ્રાંતમાં સેનાના પ્રવક્તા કર્નલ દરયાન્તોએ વાતની માહિતી આપી છે.

હાઈસ્કૂલના શિક્ષકોને વિદ્યાર્થીઓને જાતિવાદી શબ્દોની મદદથી અપમાનિત કરવાની અફવાહ ફેલાવ્યા પછી સોમવારના રોજ સેકેડો ઉગ્ર પ્રદર્શનકરીઓએ વામેના અને વેનામાં રેલી નીકળી હતી. દરમ્યાન ઘણા ઘરોમાં બિલ્ડીંગ ક્ષતિગ્રસ્ત થતા તેમાં આગ લગાવવામાં આવી હતી. હજુ સુધી પોલીસે અફવાહની પુષ્ટિ કરી નથી.

(7:20 pm IST)