Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

રેલવે-સ્ટેશન બનાવવા માટે ર૦૯ વર્ષ જૂના કબ્રસ્તાનમાંથી ૬પ૦૦ હાડપિંજર કાઢવામાં આવ્યા

લંડન તા. ર૪: ઇંગ્લેન્ડના બર્મિંગહેમમાં ૧૮૧૦માં બનેલા એક કબ્રસ્તાનમાં છેલ્લાં લગભગ ૪૬ વર્ષથી શબોની દફનવિધિ કરવામાં નથી આવતી. હવે આ જગ્યાએ એક રેલવે-સ્ટેશન બનાવવાનો પ્લાન પાસ થયો હોવાથી કબ્રસ્તાનની જમીનને ખાલી કરવામાં આવી રહી છે. અહીં દફનાવવામાં આવેલા શબ હવે જર્જરિત હાડપિંજર જેવી અવસ્થામાં છે. એને કાઢવા માટે લેટેસ્ટ ટેકનોલોજીના મશીનોનો ઉપયોગ થયો છે. છેલ્લા બાર મહિનામાં પુરાતત્વવિદો અહીંની કબરો ખોદીને એમાંથી મળતા શબ અને સાથે દાટેલી ચીજોનો અભ્યાસ કરી રહ્યા છે. અહીં પૌરાણિક મૂર્તિઓ, સિકકા, રમકડાં, કિંમતી જવેલરી અને જૂની કલાકૃતિઓ મળી રહી છે. આ કબ્રસ્તાનમાંથી નીકળેલા લગભગ ૬પ૦૦ હાડપિંજરને ચર્ચની મદદથી ફરીથી વિધિ સાથે બીજી જગ્યાએ દફનાવવામાં આવશે.

(11:32 am IST)