Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જે બાળકોને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ નથી હોતા, તેઓ અભ્યાસમાં અવ્વલ હોય છે

ભણતા બાળકોમાં સિંગલ રહેવાના ફાયદા બતાવવાથી તેમનો સારો વિકાસ સાધી શકાયઃ વિશેષજ્ઞો

ટિબલિસિ, તા.૨૪: જે બાળકોના ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ નથી હોતા તેઓ માનસિક રીતે વધારે સ્વસ્થ અને અભ્યાસમાં વધારે નિપૂર્ણ હોય છે. તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો. રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જે બાળકો પ્રેમમાં પડ્યા હોય છે, તેમની સરખામણીમાં કિશોરાવસ્થામાં પ્રેમમાં ન પડનારા બાળકો માનસિક રીતે વધારે તદુરસ્ત હોય છે.

આ રિસર્ચ યુનિવર્સિટી ઓફ જોર્જિયાએ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ પર કર્યું હતું. આ રિસર્ચમાં શિક્ષકોની રેટિંગ્સ અને વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલા સવાલોને સામેલ કરવામાં આવ્યા હતા. વિશેષજ્ઞો મુજબ, શાળામાં ભણતા બાળકો વચ્ચે સિંગલ રહેવાના ફાયદા બતાવવા જોઇએ જેથી તેમનો તંદુરસ્ત રીતે વિકાસ થાય.

રિસર્ચ મુજબ જે વિદ્યાર્થીઓ રોમેન્ટિક રિલેશનશીપમાં ન હતા તેઓમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબજ ઓછુ હતું. તેઓ એવા લોકોની સરખામણીએ વધારે સક્રિય અને માનસિક રીતે વધારે મજબૂત હતા જેઓ આ પ્રકારના રિલેશનશીપમાં હતા. આ રિસર્ચ ધોરણ ૬થી ૧૨ સુધીના બાળકો પર કરવામાં આવ્યો હતો.

(10:05 am IST)