Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

પાકિસ્તાનમાં મચ્છરોનો કહેર: ડેન્ગ્યુના 10 હજારથી વધુ કેસ સામે આવ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનમાં મચ્છરોનો કહેર ખુબજ વધી ગયો છે પાકિસ્તાનમાં વધતા મચ્છરોના કારણોસર ડેન્ગ્યુનો ભય સતત વધી રહ્યો છે પાકિસ્તાનમાં આ વર્ષે  ડેન્ગ્યુના દસ હજાર કેસ બન્યા છે તેની સાથે પાકિસ્તાનના સ્વાસ્થ્ય સહાયકના વિશેષ સહાયક જફર મિર્જાએ ચેતવણી આપી છે કે  આવનાર 10 દિવસમાં વધારે વૃદ્ધિ થશે.

              આવતા મહિના દરમ્યાન આ બીમારીને નિયંત્રણમાં લેવામાં આવશે કારણ કે  તેનો પારો નીચેની તરફ જઈ રહ્યો છે. ડેન્ગ્યુના કારણે લોકોમાં ખુબજ ભય જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં અત્યારસુધીમાં 10 હજાર 13 ડેન્ગ્યુના  કેસ બન્યા હોવાની ઘટના સામે આવી છે.

(7:59 pm IST)