Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

તાલિબાન વિરોધી હુમલામાં 40નાગરિકોના મોત નિપજ્યા: મૃતક લોકોમાં વધુ મહિલા અને બાળકોનો સમાવેશ

નવી દિલ્હી: દક્ષિણી હેલમંદ પ્રાંતમાં આતંકવાદી સંગઠન તાલિબાનની જગ્યા પર અફઘાન વિશેષ બળો દ્વારા કરવામાં આવેલ હુમલામાં ઓછામાં ઓછા 40 નાગરિકના મોત નિપજ્યા છે. પ્રાંતીય અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ હુમલામાં 40 નાગરિક મોતને ભેટ્યા છે તેમજ અંતિમ રૂપથી ઉપલબ્ધ થવા પર સંખ્યા સંભવત વધી શકે છે.

      પ્રાંતીય પરિષદે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક  લોકોમાં વધારે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે એક લગ્નના સમારોહમાં આ મહિલાઓ અને બાળકો જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. આ ઘટનામાં 12 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(7:56 pm IST)