Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

એકસ -બોયફ્રેન્ડના પત્રો બાળવા જતાં ઘર બળીને ખાખ થઇ ગયું

વોટ્સએપ અને ફેસટાઇમના જમાનામાં પ્રેમીઓ વચ્ચે પત્રોની આપ-લે હવે બહુ ઘટી ગઈ છે, પરંતુ રોમેન્ટિક સંબંધોમાં હજીયે ઘણા લોકો લવલેટર્સ લખવામાં રોમાંચ અનુભવે છે. અમેરિકાના નેબ્રાસ્કામાં રહેતી ૧૯ વર્ષની એક કન્યાએ પણ પ્રેમસંબંધમાં પત્રોની આપ-લે કરી હતી. જોકે એ પછી બ્રેકઅપ થઈ જતાં બહેને એ સંબંધનું ગમ ભુલાવવા માટે એકસ-બોયફ્રેન્ડે લખેલા પત્રો બાળી નાખવાનું નક્કી કર્યું, જોકે એમાં સહેજ ગલફત થઈ જતાં તેને મોટું નુકસાન થયું હતું. આઇરિના લિલાર્ડ નામની ટીનેજરે એક રાતે બ્યુટેન ટોર્ચની મદદથી એકસ-બોયફ્રેન્ડે લખેલાં પત્રોને બાળવાની કૌશિશ કરી હતી. તેણે ખાસ્સો સમય ટોર્ચથી કાગળિયાં બાળવાની કોશિશ કરી, પણ કાગળ આગ પકડતાં જ નહોતાં એટલે થાકીને તે બધું એમ જ મૂકીને પથારીમાં સૂવા જતી રહી. થોડીક વાર બાદ ખૂબ બળવાની વાસ આવતાં તે જાગી અને જોયું તો ખબર પડી કે તેના ઘરની કાર્પેટ બળી રહી છે અને એ આગ ચારે તરફ ફેલાઈ રહી છે. તરત જ આઈરિનાએ ફાયરબ્રિગેડને ફોન કર્યો અને પોતે ઘરમાંથી બહાર સલામત રીતે નીકળી ગઈ. ફાયરબ્રિગેડ પણ સમયસર આવી ગઈ અને આગને કાબૂમાં લઈ લીધી. જોકે આ પળોજળમાં તેના દ્યરમાં અઢી-ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું. અમેરિકાના કાયદા મુજબ જેની લાપરવાહીને કારણે આગ લાગી હોય તેની પર કાર્યવાહી થતી હોય છે એટલે બહેનને હવે કોર્ટના ચક્કર કાપવાં પડશે એ લટકામાં.

(3:39 pm IST)