Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી સામે પિતા સતત કરગરતા રહ્યાઃ અેસપીઓની હત્યા

બાટગુંડ (શોપિયાં): શુક્રવારે સવારે 6:30 વાગ્યે અબ્દુલ રાશિદ ધોબી (74) હનફી મસ્જિદમાં સવારની નમાઝ કરી રહ્યા હતા ત્યારે તેમને વહૂની ચીસ સંભળાઈ અને તેઓ પોતાના ઘર તરફ દોડ્યા. તેઓ ઘરે પહોંચ્યા તો તેમનો ડર સાચો સાબિત થયો. હિઝબુલ મુઝાહિદીનના આતંકી તેમના દીકરા નિસારને ખેંચીને બહાર લઈ જઈ રહ્યા હતા. તેમની પત્ની રુકસાના તેમની પાછળ દોડ્યા, તેમણે પતિને છોડવા માટે કહ્યું હતું. આતંકીઓએ રુકસાના પર પણ હુમલો કર્યો હતો.

રુકસાનાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મારા સસરાએ પોતાની ટોપી કાઢીને તેમની સામે રાખી હતી, અને બીજા લોકોએ પણ આવું કર્યું હતું. જેઓ નમાઝ કરવાના હતા. અબ્દુલે અલ્લાહના નામે દીકરાને છોડવા માટે ભીખ માગી, ગામમાં 23 અન્ય વૃદ્ધોએ પણ આમ કર્યું, પણ આતંકીઓ તેમની ટોપી પગથી કચડીને આગળ નીકળી ગયા. અબ્દુલ જમીન પર પડીને રડવા લાગ્યો. તેમને ખબર હતી કે બધું ખતમ થઈ ગયું છે. પણ નિરાશામાં પણ તેમણે એક કોશિશ કરી. તેઓ આતંકીઓની પાછળ-પાછળ ચાલવા લાગ્યા, તેઓ અવાજ લગાવતા રહ્યા. તેમના મિત્રોએ પણ આમ કર્યું. ગામની મહિલાઓ પણ રહેમની ભીખ માગવા લાગી.

નિસારના દીકરા તાબિને બારીમાંથી કૂદીને પોતાને ઘાયલ કર્યો, પણ આતંકીઓ તેના પિતાને લઈને જઈ રહ્યા હતા. નિશાની દીકરી ઈન્શા મેડિકલ કરિયરને લઈને અનિશ્ચિતતામાં છે કારણ કે આખો પરિવાર તેના પિતાની કમાણી પર નિર્ભર હતો. શુક્રવારે જે ત્રણ એસપીઓની હત્યા કરવામાં આવી તેમાં કુલવંત પણ હતો જેનો 9 વર્ષનો દીકરો યુદ્ધવીર 48 કલાકમાં 7 વખત બેભાન થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કુલવંતને બચાવવા યુદ્ધવીરની કોશિશ નિષ્ફળ રહી અને તે વાતનો ઘણો અફસોસ રહ્યો.

જ્યારે એસપીઓ ફિરદોસના પત્ની રુકસાના કહે છે, “શા માટે હું મારા બાળકોને પોલીસમાં મોકલું? મારા પતિ રિટાયરમેન્ટ લેવા આવ્યા હતા. તેઓ પોતાની પોલીસની નોકરી છોડવાના હતા, કારણ કે તેમણે ધમકીઓ સાથે કામ નહોતા કરવા માગતા. તેઓ કાશ્મીર માટે લડ્યા અને તેમને કોઈ સુરક્ષા ના મળી.”

(5:20 pm IST)