Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

તમારા નખ ખોલે છે સ્વાસ્થ્યના રાઝ

પહેલા લોકો નખને જોઇને  રોગો  વિશે જણાવી દેતા હતા. નિષ્ણાંતોનું  કહેવુ છે કે, બીમારી થતાં વ્યકિતના નખ તેનો સંકેત આપી દે છે.

સફેદ લાઈન : નખ પર સીધી, આડી અથવા કોઈ પણ પ્રકારની સફેદ લાઈન શરીરમાં પ્રોટીનની ખામી હોવાનો સંકેત  આપે છે. જેનાથી કિડની અથવા  લીવર સંબધી સમસ્યાઓ થઈ શકે છે.  તેનાથી કેન્સર હોવાનો પણ સંકેત મળે છે.

નખ  તુટવા : સરળતાથી નખ તુટી  જાય  અથવા તો તેમા  તિરાડ પડી  જાય,  તો  તમને થાયરોઈડની સમસ્યા થવાની  પરી શકયતા છે.

પીળાશ :  જેના નખની નીચે કાળી  અથવા પીળી કાઈ  જામેલી દેખાય છે,તે અનીમીયા (રકતની ઉણપ) અથવા હૃદય સંબધી સમસ્યાઓ દર્શાવે  છે.

સફેદ નખ : જો તમારા નખ સફેદ છે અથવા તો તેના પર સફેદ ડાઘ છે, તો લીવરનો રોગ થવાની સંભાવના છે.

ઉપસેલા નખ  : જો  નખ ઉપરની તરફ ઉપસેલા હોય તો ફેફસા અને આંતરડામાં સોજો હોઈ શકે છે.

(9:48 am IST)