Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

લ્યો બોલો... ડુંગળી દ્વારા પણ ચહેરા ઉપર નિખાર આવે છે!

તમે ડુંગળી ખાવાના ફાયદા તો જાણતા  હશો પરંતુ શું તમે જાણો છો કે ડુંગળીને ચહેરા ઉપર પણ લગાવી શકો છો. ડુંગળી દ્વારા ચહેરા પર નિખાર લાવી શકાય છે.

વિટામીન એન્ટી-ઓકિસડેન્ટથી  ભરપુર ડુંગળીમાં એન્ટી-સેપ્ટીક, એન્ટી-બેકટેરીયલ અને  એન્ટી-એમ્ફલેમેટરી ગુણ હોય છે, જે ત્વચાને તમામ સમસ્યાઓથી દુર રાખવામાં મદદ કરે છે.

ડુંગળીનો રસ કાઢી તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ ૧૫-૨૦ મિનીટ સુધી રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી મોઢુ ધોઇ લો.  થોડા દિવસ સુધી આવુ કરવાથી તેની અસર જોવા મળશે. તમારી ત્વચામાં નિખાર આવશે.

જે લોકોને ડુંગળીથી એલર્જી હોય કે ડુંગળીના કારણે આંખોમાં અસહ્ય બળતરા થતી હોય અને પાણી નીકળતુ હોય તેઓએ આ પ્રયોગ કરવો નહિં.

(9:46 am IST)