Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

મોટાપા અને ડાયાબિટીઝથી બચવા માટે મહત્વનું તત્વ છે 'બ્રાઉન ફેટ' જાણો આખી પ્રક્રિયા

નવી દિલ્હી: બ્રાઉન ફેટ એટલે કે આપણા શરીરમાં ઉપસ્થિત ભૂરા વસાયુક્ત ઉતક ચરબી અને ડાયાબિટીઝથી બચવા માટે તે મદદ કરી શકે છે અમેરિકી વૈજ્ઞાનિકોએ બ્રાઉન ફેટને શરીર માટે ખુબજ આવશ્યક હોવાનું બતાવ્યું છે અને તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે.સાથોસાથ પણ શોધ કરવામાં આવી છે કે બ્રાઉન ફેટ મોટાપા અને ડાયાબિટીઝથી દર્દીને બચાવે છે.

   એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માનવ સ્વાસ્થયમાં બ્રાઉન ફેટની ભૂમિકાની વિષે નવી જાણકારી મોટાપા અને 2 ટાઈપના ડાયાબિટીઝના નવા રાઝને ખોલી શકે છે બ્રાઉન ફેટને હોટ ઓર્ગન માનવામાં આવે છે અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે ત્યારે તપમાં ઠંડુ હોય છે ત્યારે બ્રાઉન ફેટ રક્તમાં રહેલ શુગરને અને ચરબીની મદદથી શરીરમાં ગરમી પ્રદાન કરે છે અને તે સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(12:44 pm IST)