Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ડેટિંગ સાઇટ પરથી કન્યાએ એક સાથે ૨૦૦ છોકરાઓને બોલાવ્યા

ન્યુયોર્ક તા ૨૪ : સેંકડો છોકરાઓનું દિમાંગ ન્યુ યોર્કમાં રહેતી નતાશા નામની એક કન્યા પર છટકયું છે. વાત એમ છે કે આ બહેને ડેટિંગ સાઇટ ટિન્ડર પર લગભગ ૨૦૦ જેટલા યુવકોને એક સાથેડેટ પર બોલાવ્યા હતા. સમસ્યા એ હતી કે કોઇને ખબર નહોતી કે આકન્યાએ પોતાના ઉપરાંત આટલા લોકોને પણ બોલાવ્યા છે. નતાશા છેલ્લા ઘણા દિવસથી  સેકડો યુવક સાથે ચેટિંગ કરતી હતી. તેણે ટિન્ડર એપ પરથી બધાના મોબાઇલ નંબર પણ એકસચેન્જ કરી લીધા હતા. બધાને તેણેસામેથી ડેટ માટે પુછયું હતું અને દરેકને સાંજે છ વાગ્યે ન્યુયોર્કના વાઇટ સ્કવેર પાસ બોલાવ્યા હતા. જયારે એક પછી એક યુવકો ડેટના સ્થળેે પહોંચી રહ્યા હતા ત્યારેત્યાં કોઇ કાર્યક્રમ હોય એવું જણાતું હતું બધાએ પર્સનલ મેસેજ કર્યો તો તેણે બધાને સ્ટેજની આજુબાજુમાં જ રહેવા જણાવ્યું જેથી તે સરળતાથી આટલી ભીડમાં તેમને ખોળી શકે. થોડીજ વારમાં નતાશા પોતે સ્ટેજ પર આવી અને સ્ટેજ પાસે ઉભેલા લગભગ ૨૦૦ થી વધુ યુવકોને એક સાથે સંબોભ્ધ્યા. બહેનનો કોન્ફિડન્સ તો જુઓ કે તેણે આ બધા યુવકો વચ્ચે પોતે કોમ્પિટીશન કરવા માગે છે એવું કહ્યું. જોકે હકીકત ખબર પડતાં જ અડધાથી વધુ યુવકો ત્યાંથી રફુચક્કર થઇ ગયા.થોડાક તમાશો જોવા ઉભા રહ્યા અને થાડાકે નતાશાની શરતો મુજબ પુઅપ્શ અને સટઅપ્સ જેવા કરતબો કરવાની તસ્દી લીધી.નવાઇની વાત એ છે કે આ સેંકડો યુવાનોમાંથી જ કોઇક યુવકે આ છોકરીએ પોતાનો આવો પચકો કર્યો છે એવા સમાચાર ટ્વિટર પર ડેટીંગ એપ્સ વાપરતા છોકરાઓ જબરા ગુસ્સે ભરાયા છે.

તેમનું કહેવું છે કે જો કોઇ છોકરાએ આવું કર્યુ હોત તો આજે છોકરીઓએ તેનો તમાશો બનાવી દીધો હોત.

(3:39 pm IST)