Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સ્વિડન ચર્ચમાં ઇતિહાસમાં પ્ર્થમવખત પુરુષ પાદરીઓની તુલનામાં મહિલા પાદરીઓની સંખ્યા વધી

નવી દિલ્હી: સ્વિડન ચર્ચના ઈતિહાસમાં પહેલી વખત પુરુષ પાદરીઓની તુલનાએ મહિલા પાદરીઓની સંખ્યા વધી ગઈ છે. સ્વિડન ચર્ચે માહિતી આપી હતી. દેશમાં કુલ 3060 પાદરીઓ સેવા આપી રહ્યાં છે. તેમાં 1533 એટલે કે આશરે 50.1% મહિલાઓ છે. સ્વિડન ચર્ચના સેક્રેટરી ક્રિસ્ટિના ગ્રેનહોમ અનુસાર ઐતિહાસિક છે. અમે અંદાજ લગાવ્યો હતો કે પુરુષોને પાછળ મૂકી દેવાનું કામ 2090 સુધી થશે પણ પરિવર્તન ખૂબ ઝડપી આવ્યું. કેથોલિક ચર્ચથી વિપરીત સ્વિડનમાં લૂથરન ચર્ચે મહિલાઓને પ્રાર્થના-પૂજા કરાવવાની મંજૂરી 1958માં આપી હતી. 1960માં પ્રથમ વખત ત્રણ મહિલાઓએ જવાબદારી સંભાળી હતી. તેના પછી 1982માં સ્વિડનની સંસદે વિશેષ ખંડ પણ રદ કર્યો હતો જેમાં પુરુષ પૂજારીને મહિલાને સહયોગ આપવાથી ઈનકાર કરવાનો અધિકાર મળ્યો હતો. 2000માં ચર્ચને રાજ્યથી અલગ કર્યા બાદ મહિલાઓને ધર્મ સંબંધિત અભ્યાસક્રમોમાં વધારે મહત્ત્વ અપાયું.

(5:58 pm IST)