Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

માર્ગ અકસ્માતમાં સાત લોકોના કમકમાટીભર્યા મોત: બેને ઇજા

નવી દિલ્હી: ફિલીપીંસના ઈફુગાઓ પ્રાંતના ઇગુનાલ્ડો શહેરમાં બુધવારના રોજ થયેલ એક માર્ગ અકસ્માતમાં સાત લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય બે ને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સ્થાનિક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બુધવારના રોજ સવારે સ્થાનિક સમયાનુસાર અંદાજે આંઠ વાગ્યાની આસપાસ એક ટ્રક દુર્ઘટનાનો શિકાર બન્યો  હતો અને આ સર્જાયેલ અકસ્માતમાં યાત્રીની સાથે ચાલકનું પણ મોત નીપજ્યું છે.

(6:35 pm IST)