Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

પાકિસ્તાનના કવેટામાં વિસ્ફોટના કારણે બે મોતને ભેટ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ કવેટા શહેરમાં મંગળવારના રોજ થયેલ બોંબ વિસ્ફોટની ઘટનામાં બે લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 25ને ગંભીર રીતે ઇજા પહોંચી છે કવેટા સિવિલ હોસ્પિટલના પ્રવક્તા વસીમ બેગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘાયલોની હાલત હજુ સુધી નાજુક છે અને તેમની વધુમાં વધુ સારી સારવાર ચાલી રહી છે.

(6:30 pm IST)