Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

બે બહેનપણીઓ ટ્વિન્સ જેવી દેખાવા એકસરખા કપડાં પહેરે છે

લંડન તા. ર૪: ટ્વિન બહેનો વચ્ચે બહુ મનમેળ હોય અને તેઓ એકબીજા જેવી દેખાવાની કોશિશ કરતી હોય એવું બને છે, પરંતુ સ્વીડનમાં તો આવી જુગલબંધી બે બહેનપણીઓ વચ્ચે જામી છે. જુલિયા બર્ગમેન અને સોફિયા હેગન્લોવ નામની વીસ વર્ષની કન્યાઓ જયારે છ વર્ષની હતી ત્યારથી તેમની વચ્ચે દોસ્તી શરૂ થઇ હતી. બન્ને દસ વર્ષની થઇ ત્યાં સુધીમાં તો તેઓ એકસરખા દેખાવાનું, એકસરખવું કરવાનું, એકસરખું પહેરવાનું પસંદ કરવા લાગ્યા. ૧૪ વર્ષની વયે તો બન્ને જિમમાં જવા લાગી અને એકબીજા જેવો જ લુક રાખવા માટે બન્નેએ બ્લોન્ડ હેરને કાળો કલર કરાવી લીધો. ચહેરા પર ફિલર્સ પણ કરાવ્યાં છે જેથી ફીચર્સ પણ સરખાં લાગે. બન્નેના પેરન્ટ્સને દીકરઓ આવાં કોપીકેટવેડા કરે એ પસંદ નથી, પરંતુ હજી જસ્ટ વીસીમાં પ્રવેશેલી આ જીગરજાન બહેનપણીઓ કોઇનીયે વાત સાંભળવા તૈયાર નથી. બન્ને ટૂંક સમયમાં જ કોસ્મેટિક સર્જરીઓ પણ કરાવવાની છે.

(3:26 pm IST)