Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

બ્રિટનમાં પ્રચંડ હિટવેવઃ દરિયા કાંઠે લોકોનો જમાવડો

બ્રિટનમાં આકરી ગરમી પડી રહી છે. દેશમાં ત્રણ દિવસીય હીટવેવ શરૂ થયું છે  તેને પગલે ઠેકઠેકાણે તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યું હતું. તાપમાન વધતા લોકોને ઘરમાં પુરાઈ રહેવાનુંૅ મુનાસિબ લાગ્યું હતું. કોન્ટીનેટલ વાઈલ્ડફાયરને કારણે તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગે હજુ પણ વધારે ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે સેન્ટ્રલ અને સઘર્ન એરિયામાં રાતે પણ તાપમાન રેકોર્ડ તોડી શકે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે લોકોને ૧૧ થી ૩ સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

(1:14 pm IST)