Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ચીનના વધુ એક શહેરમાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો

નવી દિલ્હી: ચીનમાં ફરી કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. ચીનના વધુ એક શહેરમાં કોરોના વાયરસનો કેસ સામે આવ્યો છે. ત્યાર પછી પ્રશાસને ત્યાં એક મોટો નિર્ણય લીધો છે. શેનઝેનમાં કોરોનાના કેસો સામે આવ્યા પછી ચીનના દક્ષિણ શહેર શેનઝેનથી બીજિંગ માટેની સીધી ફ્લાઇટ્સ 1 જુલાઇ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ચીનનો સૌથી વધારે વસતી ધરાવતો પ્રાંત ગ્વાંગડોંગ કોરોના પ્રકોપનો સામનો કરી રહ્યો છે. જ્યાં 21 મેથી 21 જૂનની વચ્ચે કોરોના સંક્રમણના 170 સ્થાનીય કેસો સામે આવ્યા છે. જેમાંથી 8 શેનઝેનમાં સામે આવ્યા છે.

બે એરલાઇન પ્રતિનિધિઓએ પુષ્ટી કરી કે શેનઝેનથી રાજધાની બીજિંગ માટેની ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અન્ય જગ્યાઓ માટે ફ્લાઇટ્સ નિયમિત રીતે સંચાલિત રહેશે. પહેલા ફોશાન શહેરમાં એરપોર્ટ જે ગુઆંગજોની સીમામાં છે અને પાછલા મહિને ત્યાં 12 કેસો જોવા મળ્યા છે. ત્યાર પછી જાહેરાત કરવામાં આવી કે મહામારીના કારણે 7 જુલાઇ સુધી દરેક ફ્લાઇટ્સનો સસ્પેન્ડ કરવામાં આવી રહી છે.

(11:55 pm IST)