Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ન્યૂઝીલેન્ડના આ શહેરનું નામ વાંચી આપનાર શખ્સને આપવામાં આવશે અનોખું ઇનામ

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ (Cricket team)વિશે તો તમે જાણતા હશો, પરંતુ આજે અમે તમને ન્યુઝીલેન્ડ (New Zealand) શહેર વિશે જણાવી રહ્યા છીએ. પ્રકૃતિ વચ્ચે વસેલા દેશની ગણતરી દુનિયાના સૌથી શાંત દેશોમાં કરવામાં આવે છે. શહેરનું નામ એટલું મોટું છે કે તમે પણ ચક્કર ખાઈ જશો.

સાઉથમ્પટન (Southampton)માં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) મેચને ન્યુઝીલેન્ડે જીતી લીધી છે. ન્યુઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટના પ્રથમ ચેમ્પિયન તરીકે ઈતિહાસ રચી દીધો છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રમાયેલ ફાઈનલ મેચ છઠ્ઠા દિવસે એટલે કે રિઝર્વ ડે (Reserve Day) સુધી રમત રમાઈ હતી. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) ફાઈનલ મેચમાં અર્ધશતકીય ઈનીંગ રમીને ટીમને ઐતિહાસીક જીત સુધી પહોંચાડી હતી. ન્યુઝીલેન્ડની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં જીત બાદ ભારતમાં સોશિયલ મીડિયા (social media) પર ખુબ ચર્ચા થઈ રહી છે, આજે અમે તમને દુનિયાના ખુબસુરત શહેર ન્યુઝીલેન્ડ વિશે વાત કરીશું. ન્યુઝીલેન્ડ ક્ષેત્રફળના આધારે ખુબ નાનો દેશ છે. જો ભારત સાથે તેની તુલના કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ ભારતથી અંદાજે 12 ગણું મોટું છે. જેની વસ્તી પણ ભારતથી ખુબ ઓછી છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ન્યુઝીલેન્ડની વસ્તી 2019માં માત્ર 49.2 લાખ હતી, જ્યારે ભારતની 130 કરોડથી વધુ છે. જણાવામાં આવી રહ્યું છે કે, ન્યુઝીલેન્ડની કુલ વસ્તી માત્ર 5 ટકા ભાગમાં માનવ રહે છે. જ્યારે અન્ય વિસ્તારમાં પ્રાણીઓ રહે છે. ન્યુઝીલેન્ડ (New Zealand)ભલે નાનો દેશ છે પરંતુ ન્યુઝીલેન્ડ પ્રથમ એવો દેશ છે જેમને 1893માં સૌથી પહેલા મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો.

(11:55 pm IST)