Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

નાસાએ રજૂ કરી મંગળની ફોટો:આજુ બાજુમાં એલિયન દેખાયા હોવાનો દાવો

નવી દિલ્હી: નાસાના માર્સ રોવર ક્યુરિયોસિટીએ હાલમા મંગળ ગ્રહની તસવીર ખેંચી છે, જેમા કેટલાક રહસ્યો સામે આવ્યા છે. જેથી ત્યાં એલિયન હોવાનુ સામે આવ્યુ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, નાસા દ્વારા હાલમા પ્રકાશિત મંગળની ફોટોની મદદથી એક સ્વઘોષિત UFO વિશેષજ્ઞ, સ્કૉટ સી વારિંગએ ચોંકાવનારી શોધ કરી છે. વારિંગએ બાબતનો દાવો કર્યો છે કે, ફોટોમા એક ગ્રહના પહાડોમા યોદ્ધા જેવી આકૃતિ દેખાઈ રહી છે.

            વારિંગએ પોતાના બ્લોગ ET Database 19 જુનએ લખ્યુ કે, મને આજે નાસા રોવરની નવી ફોટોમા મંગળ ગ્રહના એક પહાડમા આકૃતિ જોવા મળી. આકૃતિ પુરૂષ કે મહિલા કોઇની પણ હોઇ શકે, કારણ પૃથ્વી પર પણ ઘણી વખત પ્રાચીન યોદ્ધાઓના કવચ ફુલાયેલા હોય છે, જેમા તેઓ વધુ તાકતવર દેખાય છે અને પોતાના દુશ્મનમાં ભય પેદા કરે છે.

(6:32 pm IST)