Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

બે મહિનાથી બોલી ન શકતી મહિલા ફરી બોલતી થઇ ત્યારે ચાર વિદેશી લહેજાઓમાં કડકડાટ બોલવા માંડી

લંડન,તા.૨૪ : બ્રિટનના એસેકસની રહેવાસી ૩૧ વર્ષની એમિલી એગન ગયા જાન્યુઆરી મહિનામાં અચાનક મૂંગી થઈ ગઈ હતી. બે અઠવાડિયાં સુધી માથામાં દુખાવો થયા પછી તેની વાચા હણાઈ ગઈ હતી. ગળામાં કોઈ વ્યાધિ થયા પછી બે મહિના સુધી કઈ બોલી શકતી નહોતી. પરંતુ તે બોલવા માંડી ત્યારે ચાર વિદેશી ભાષાઓના સ્થાનિક લહેજામાં ફડફડાટ બોલતી હતી. કયારેક તે અસ્સલ રશિયન ઉચ્ચારો પ્રમાણે બોલે છે.

એમિલી એગન બોર્નમાઉથમાં એક ચિલ્ડ્રન્સ -હોમ ચલાવે છે. ગયા ડિસેમ્બર મહિનામાં એ ચિલ્ડ્રન્સ હોમના સાથીઓએ નોંધ્યું હતું કે એમિલીની જીભ થોથવાતી હતી અને તેની બોલવાની ગતિ પણ ધીમી પડી ગઈ હતી. એમિલીને સ્ટ્રોક આવ્યો હોવાનાં લક્ષણ જણાતાં હતાં. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, પરંતુ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે એમિલી બોલવાની ક્ષમતા ગુમાવી ચૂકી હતી. ડોકટરોએ તેને તપાસ્યા પછી તેને ગળામાં કોઈ તકલીફ હોવાની શકયતા નકારી હતી. તબીબી નિષ્ણાતોએ એમિલીના મગજમાં ઈજા થઈ હોવાનું નિદાન કર્યું હતું.

એમિલીએ હોસ્પિટલમાં ત્રણ અઠવાડિયાં પસાર કર્યા છતાં બોલવાની પૂરેપૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકી નહોતી. ચિલ્ડ્રન્સ-હોમમાં બહેરાં-મૂંગાં બાળકો સાથે વાતચીત માટે શીખેલી સાંકેતિક ભાષા તેને ઘરે પહોંચ્યા પછી સંવાદમાં ઉપયોગી થઈ હતી. હતી. એ કામ માટે તેના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરેલી ટેકસ્ટ ટુ સ્પીચ એપ વાપરવાનું તેણે શરૂ કર્યું હતું. એમિલીએ ન્યુરોલોજિસ્ટને બતાવતાં તેમણે બહારગામ ફરવા જવા અને એ જગ્યાએ શકય એટલો આરામ કરવાની સલાહ આપી હતી એથી એમિલી તેના પતિ બ્રેડલી સાથે થાઇલેન્ડમાં વેકેશન માટે રવાના થઈ ગઈ હતી. ન્યુરોલોજિસ્ટની સલાહ અસરકારક નીવડી હતી. થાઇલેન્ડમાં થોડા દિવસ રહ્યા પછી ધીમે-ધીમે તેણે બોલવાનું શરૂ કયું હતું.

એમિલીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે તેને કોઈ બહેરી વ્યકિત શબ્દો શોધીને બોલવાનો પ્રયત્ન કરતી હોય એવો અહેસાસ થતો હતો. અગાઉ ઊંચા અવાજ અને સ્પષ્ટ ઉચ્ચારોમાં બોલતી એમિલી હવે ઊંડાણમાંથી શબ્દો આવતા હોય એવા હળવા ઉચ્ચાર સાથે હળવી શૈલીમાં લગભગ રશિયન લહેજામાં બોલતી હતી. તેને પોતાને એવું લાગ્યું એ જાણે વિદેશી ભાષામાં બોલી રહી છે. પૂર્વ યુરોપની ભાષાઓના શબ્દો અને લહેજામાં બોલી રહી હોવાનો અહેસાસ બેમહિનાથી બોલીન શકતી મહિલા કરી બોલતી થઈ ત્યારે ચાર વિદેશી લહેજાઓમાં કડકડાટ બોલવામાંડી થતાં એમિલીને આશ્ચર્ય થયું હતું. એ રશિયન ઉપરાંત પોલીશ, ઇટાલિયન અને ફ્રેન્ચ શૈલીમાં બોલવા માંડી હોવાનું જાણીને તેને પોતાને નવાઈ લાગવા માંડી હતી. એવું શા માટે બનતું હતું એનાં કારણો એમિલીને સમજાતાં નહોતાં, પરંતુ તેને થોડા કલાકોમાં ખૂબ થાક લાગતો હતો. ગયા માર્ચ મહિનામાં એમિલીની માનસિક સ્થિતિમાં ફોરેન એકસેન્ટ સિન્ડ્રોમ હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું, ફકત વાચાશકિત પાછી આવી એની એમિલીઅને તેના પરિવારને ખુશી હતી. હવે તો મોઢામાંથી આવતો અવાજ તેનો પોતાનો હોવાનું એમિલી પોતે માની શકતી નથી. (

(3:25 pm IST)