Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ઇરાકમાં આઇએસના ત્રણ આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા: ચારની ધરપકડ

નવી દિલ્હી: ઇરાકના પૂર્વી પ્રાંત દિયાલામાં સુરક્ષાબળોએ ઇસ્લામિક સ્ટેટના ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે તેમજ અન્ય ચારની ધરપકડ કરી છે પ્રાંતીય પરિષદ સુરક્ષા સમિતિ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર આતમઘાતી હુમલો કરતા વળતા હુમલામાં ત્રણને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ ચારની ધરપકડ કરી લીધી છે.

(5:49 pm IST)
  • જામનગરના લાખોટા તળાવની પાળ પાસેથી જિયા નામની 4 વર્ષની બાળકીને કોઈ અજાણી સ્ત્રી ઉપાડી ગયાની પ્રાથમિક આશંકા:લાખોટા તળાવના ગેટ નંબર 4 પરથી ઉપાડી ગઈ છે જે કોઈને જાણ થાય તેને આ નંબર 9377777897 પર સંપર્ક કરવા .અથવા જામનગર સિટી એ ડિવિઝન કંટ્રોલ રુમ 0288-2550200 માં જ‍ાણ કરવા જણાવ્યું access_time 2:56 pm IST

  • ઐતિહાસિક મંદિરમાં તસ્કરો ત્રાટક્યા :ચંબલમાં 50 વર્ષ જૂની બે ડઝન મૂર્તિઓની ચોરી :ચંબલ ઘાટીમાં વસેલા ફુપના જૈન મંદિરમાંથી 22 મૂર્તિઓની ચોરી થતા સનસનાટી :તમામ મૂર્તિઓ ઐતિહાસિક અને અને અંદાજે 50 વર્ષ જૂની ગણાવાઈ છે :ચોરાયેલ તમામ મૂર્તિઓ કિંમતી અને અષ્ટધાતુની હતી access_time 10:54 pm IST

  • BSNL પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથીઃ કંપની ઉપર ૧૩૦૦૦ કરોડની છે જવાબદારી : ભારત સંચાર નિગમની હાલત ડામાડોળઃ કંપની પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથી જેની રકમ થાય છે રૂ. ૮પ૦ કરોડઃ ડીસે. ર૦૧૮ ના અંત સુધીમાં રૂ. ૯૦,૦૦૦ કરોડથી વધુનું પરિચાલન નુકસાન વેઠવું પડયું હતું access_time 3:50 pm IST