Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

રાત્રે બરાબર ઉંઘ ન આવવાના ૪ મુખ્ય કારણો

ઉમર, બિન આરોગ્યપ્રદ ટેવો, અમુક દવાઓ અને રોગોના કારણે ઉંઘમાં ખલેલ પહોંચે છેઃ ઉંઘમાં ખલેલના કારણે મોટાપો, હૃદયરોગ અને ડાયાબીટીસ થઇ શકે છે.

રાત્રે સરસ ઉંઘ થઇ હોયતો આપણને સવારે કામ કરવાની મજા આવે છે. પણ એ જ ઉંઘ જો ખલેલ વાળી હોય તો વાત આખી જુદી જ થઇ જાય છે. તેના કારણે આપણી વિચાર શકિત ખોરવાઇ જાય છે. અને કામમાં ચીત ચોંટતું નથી તથા ગુસ્સાની લાગણી પણ અનુભવાય છે. અપુરતી ઉંઘના કારણે લાંબા ગાળે મોટાપો હાઇબ્લડ પ્રેશર હૃદયરોગ, ડાયાબીટીસ અને વહેલા મોતનું જોખમ પણ વધી જાય છે. એટલે ઉંઘને ખલેલ પહોંચાડતા કારણો અને તેના ઉપાયો જાણવા જરૂરી છ.ે

(૧) ઉંમરઃ- હાર્વર્ડ મેડીકલ સ્કુલના મેડીસીનના પ્રોફેસર સુઝાન બેરટીસ્ક કહે છે. કેવૃદ્ધ વ્યકિતઓને ઉંઘમાં ખલેલ પહોંચતી હોય છ.ે તેવું આપણે જોઇએ છીએ પણ તે વારંવાર બનતું હોય તો તેના માટે ઉમર જ જવાબદાર નથી હોતી.

ઘણી વાર વૃદ્ધાની ઉંઘ સવારમાં ઉડી જાય છે પણ તેમને ઉંઘવાનું મન થતુંહોય છે આના માટે કારણએ છે કે તેમનુ સુવાનું અને ઉઠવાનું શેડયુલ આડાઅવળુ થઇ જાય છ.ે

તેમની સુવા ઉઠવાની સાયકલ ઘણીવાર ઉંમર વધવાના કારણે બદલાય જાય છ.ે જેના કારણે તેમને વહેલી ઉંઘ આવે છે.ડો. બેરસ્ટીક કહે છે કે તમારી બાયોલોજીકલ ઘડીયાળ પ્રમાણે તમારી ઉંઘનો સમય રાત્રે ૮ વાગ્યે શરૂ થઇ જાય તો કુદરતી છે.કે તમારી ઉંઘ સવારે ૪ વાગ્ય ેઉડી જ જવાની છ.ે

ર. જીવન શૈલીઃ- જીવન શૈલી એ ઉંઘમાં ખલેલનું સૌથી મોટુ કારણ છે જેમાં આમાંની કોઇને ટેવો મહત્વનો ભાગ ભજવે છે.

 સુતા પહેલાની ૪ કલાકમાં દારૂ પીવો.

દારૂ પીને સુવાથી તે વખતે તો તમને ઉંઘ આવી જાય છે. પણ પછી મોડી રાત્રે તમારી ઉંઘમાં ખલેલ પહોંચે તેવું બંને છે અને વારંવાર બાથરૂમ પણ જવું પડે છે.

 સુતા પહેલાના કલાકમાં જમવું

ભરેલા પેટે સુવાથી ઉંઘ આવવી અને ખલેલ વગરની ઉંઘ આવવી મુશ્કેલ બને છે.

 બપોરની ઉંઘઃ-બપોરે લાંબી ઉંઘ ખેંચવાથી રાત્રીની ઉંઘમાં ખલેલ પહોંચવી અથવા ઉંઘ ન આવવી શકય છે.

 વધારે પડતી કેફીનની આદત

કેફીન ઉંઘમાં મદદ રૂપ થતા એડેનોસાઇન નામના મગજના સ્ત્રાવને રોકે છે. એટલે સાંજ પછી કેફીન ધરાવતા પદાર્થો ચા, કોફી, સોડા વગેરે ન પીવા જોઇએ એમ ડો. બેરસ્ટીક કહે છે.

૩. દવાઓઃ- કેટલીક એન્ટીડીપ્રેસન્ટ, હાઇબ્લડ પ્રેશર, શરદી અને અસ્થમાની દવાઓના કારણે રાત્રે ઉંઘમાંથી ઉઠી જવાનું બને છ.ે

ડો. બેરસ્ટીકની ભલામણ અનુસાર તમારા ડોકટરની સલાહ લઇને જો તમારી ઉંઘની ખલેલ માટે જો તે દવાઓ જવાબદાર હોય તો તેના ડોઝનો સમય બદલાવવો જોઇએ અથવા તો દવા  બદલાવી જોઇએ.

૪. કેટલાક ખાસ પ્રકારના રોગના કારણે પણ ગાઢ નિંદ્રામાં ખલેલ પહોંચતી હોય છે જેમાં ડીપ્રેશન, એન્લાઝડ પ્રોસ્ટેટ ગ્લેન્ડ, શરીરમાં કોઇ જગ્યાએ દુખાવો, ન્યુરોપથી અને સતપ એપ્નીઆ જેવો શારીરીક તકલીફોમાં ઉંઘ ઉડી જાતી હોય છે.

ઉપાયોઃ- ખલેલવાળી ઉંઘ સાથે જીવવાની કોઇ જરૂર નથી. તમારી જીવન શૈલી બદલાવો અથવા તમારા ડોકટરની સલાહ લો. આ ઉપરાંત અમુક પદ્ધતિ જેવી કે રોજ એક જ સમયે ઉઠી જવું, સુતા પહેલા બે કલાક ઇલેકટ્રોનીક ઉપકરણોનો ઉપયોગ ટાળવો, શાંત અંધકારવાળી, ઠંડી જગ્યાએ સુવુ અને નિયમિત કસરત કરવી (પણ ઉંઘતા પહેલા એક કલાક નહી) વગેરે ટેવો પાડવાથી પણ ગાઢ નિંદ્રા મળી શકે છ.ે

આટલું કરવા છતા પણ જો બરાબર ઉંઘ ન આવતી હોય તો ઇન્સોમ્નીઆ માટેની કોગ્નીટીવ બેહેવીઅરલ થેરાપી કરાવવી જોઇએ જેમાં રીલેકસેશન ટેકનીક, સમયનું એડજસ્ટમેન્ટ વગેરે કરવામાં આવે છે .જે તમારા શરીરમાં ઉંઘનું કુદરતી નિયંત્રણ કરતા તંત્ર પર કામ કરે છ.ે(ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(11:49 am IST)
  • રાજયમાં અનેક જિલ્લામાં મેઘસવારીઃ રવલ્લી,દાહોદ અને કચ્છ જિલ્લામાં વરસાદ અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદઃ દાહોદ, ઝાલોદ અને લિમડીમાં અને કચ્છના નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ access_time 5:45 pm IST

  • ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ વરસાદની આવન-જાવન ચાલુ રહેશેઃ હવામાનની સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે અમદાવાદમાં ખૂબ સારો વરસાદ પડી ગયોઃ ગુજરાતમાં આવતા ત્રણ- ચાર દિવસ વરસાદની આવન- જાવન ચાલુ રહેશેઃ જયારે કચ્છમાં છુટોછવાયો વરસાદ પડશે access_time 11:41 am IST

  • અમદાવાદના હાથીજણમાં ગઈરાત્રે ભારે વરસાદથી ખેતરની ઓરડી તૂટી પડતા ખેડૂતનું મોત access_time 5:43 pm IST