Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઇરાકમાં ત્રાસવાદીઓની ૪૦ પત્‍નીઓને ફાંસી

ઇરાકી કોર્ટમાં ૧૦ મિનિટ કેસ ચાલ્‍યો અને સજા સંભળાવી દેવાઇ : આતંકને ટેકો આપનાર સામે સરકાર આકરી : ૧૦૦૦ મહિલાઓ જેલમાં પૂરી દેવાઇ

બગદાદ, તા. ર૪ : આઇએસઆઇએસ સંગઠન આતંકીઓ સામે ઇરાકમાં બરાબરનો ગાળિયો મજબૂત થયો છે. ત્રાસવાદીઓ સાથે લગ્ન કરનાર ઇરાકની ૪૦ મહિલાઓને ફાંસીની સજા સંભળાવી દેવાઇ છે.

ઇરાકી કોર્ટમાં આજે માત્ર ૧૦ મિનિટ કેસ ચાલ્‍યા બાદ જ્જે ત્રાસવાદીઓની ૪૦ પત્‍નીઓને સામૂહિક ફાંસીની સજા ફરમાવાઇ છે. ત્રાસવાદી પતિઓને સાથ દેવાનો આરોપ હતો.

આમાંથી ઘણીસ્ત્રીઓ ત્રાસવાદીઓ સાથે લગ્ન કરવા સીરિયા પહોંચી હતી. હજુ ત્રાસવાદીઓને સહયોગ આપવાના આરોપ હેઠળ ૧૦૦૦ જેટલી મહિલાઓ ઇરાકી જેલમાં બંધ છે.

ફાંસી સજા પામેલી મોટાભાગની મહિલાઓ વિધવા છે. તેમના બાળકોની કાળજી રાખનાર કોઇ નથી, પરંતુ ઇરાકી કોર્ટે ત્રાસવાદ મામલે જરા પણ બાંધછોડ કર્યા વગર ૧૦ મિનિટ કેસ ચલાવીને ફાંસીની સજા સંભળાવી હતી.

(11:54 am IST)