Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કાળા અને ઘાટા આઈબ્રો માટે માત્ર આટલુ કરો

તમે તમારી સુંદરતા માટે શું શું નથી કરતા, જેનાથી તમે બધાથી અલગ દેખાવ. પરંતુ, જો તમારો આઈબ્રો પાતળો છે તો સુંદરતામાં કમી રહે છે. કારણકે તમારો આઈબ્રો તમારા ચહેરાની સુંદરતાને અનેકગણી વધારે છે. લાંબો અને ઘાટો આઈબ્રો તમારી સુંદરતાને વધારે છે. પરંતુ, કેટલીયવાર યોગ્ય પોષણ નહીં મળવાને કારણે અથવા હોર્મોન્સ પ્રોબ્લેમના કારણે આઈબ્રોનો ગ્રોથ સારી રીતે થતો નથી. સામાન્ય રીતે આઈબ્રોને સારો શેપ અને સાઈઝ આપવા માટે મહિલાઓ થ્રેડિંગ કરાવે છે. પરંતુ, ઘરેલુ ઉપાય દ્વારા પણ આઈબ્રોનો ગ્રોથ વધારી શકાય છે.

ડુંગળી : ડુંગળીમાં સલ્ફર હોય છે. જે વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. જે જગ્યાએ તમે આ રસ લગાવશો ત્યાં બ્લડ સર્કુલેશન વધુ રહેશે. જે નવા વાળ ઉગવામાં મદદ કરશે. એક ડુંગળી લઈને વ્યવસ્થિત પીસી લો. ત્યારબાદ તેનો રસ કાઢો. આ રસને રાત્રે સૂતા પહેલા આઈબ્રો પર સારી રીતે લગાવી લો. સતત થોડા દિવસ સુધી આનો ઉપયોગ કરો. પરીણામ જોવા મળશે.

બદામનું તેલ : બદામનું તેલ આઈબ્રોનું વોલ્યુમ વધારવાની સાથે તેને નરીશ પણ કરે છે. તેમા વધુ માત્રામાં વિટામીન ઈ હોય છે. જેથી વાળનો ગ્રોથ વધે છે. તેના માટે દરરોજ સૂતા પહેલા આઈબ્રોમાં બદામના તેલથી મસાજ કરવું.

(9:35 am IST)