Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કાચી હળદરના ઉપયોગથી ચહેરાની કરચલી દૂર કરો

હળદરનો ઉપયોગ બધા રસોડામાં કરવામાં આવે છે. હળદર આપણી રસોઈમાં સ્વાદ અને રંગ વધારવાનું કામ કરે છે. હળદરમાં ભરપુર માત્રામાં ઔષધીય અને આયુર્વેદિક ગુણ રહેલા છે. જેના કારણે ત્વચા અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ કેટલીય સમસ્યાઓને દૂર કરી શકાય છે.

. આજકાલ મોટા ભાગની છોકરીઓ ડાર્ક સર્કલ્સની સમસ્યાઓથી પરેશાન રહે છે. હળદરના ઉપયોગથી તમારા ડાર્ક સર્કલ્સની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો. હળદરનો લેપ બનાવવા માટે સૌથી પહેલા કાચી હળદર લઈને પીસી લો. હવે તેમાં દૂધ અને મધ નાખી વ્યવસ્થિત રીતે મિકસ કરો. હવે તમારી આંખોની નીચે લગાવીને સૂકાવા દો. ત્યારબાદ તેને નવસેકા પાણીથી ધોઈ લો. એવુ કરવાથી તમારી ડાર્ક સર્કલની સમસ્યા દૂરથી થઈ જશે.

. જો તમે તમારા ચહેરા ઉપર કાચી હળદરનો લેપ લગાવો છો તો તમારી ત્વચામાં પણ નિખાર આવી જશે. હળદરમાં ભરપૂર માત્રામાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જેના કારણે તેને ત્વચા ઉપર લગાવવાથી કરચલીની સમસ્યા દૂર થઈ જાય છે.

. ચહેરા ઉપર હળદરનો લેપ લગાવવાથી ખીલ, સ્કિન એલર્જી, દાગ ધબ્બાની સમસ્યાઓથી છૂટકારો મળે છે.

(9:45 am IST)