Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

અનાનસ છે તમારા માટે લાભકારક

અનાનસ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે રસીલુ અને સ્વાદમાં ખાટુ-મીઠુ હોય છે. જેના શરીરમાં રકતની ખામી હોય છે તેના માટે અનાનસનું જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે.

તેમાં થાયમિન, વિટામીન એ, કેલ્શિયમ, પોટેશીયમ, વિટામીન સી, ફાઈબર, એન્ટી-ઓકિસડેન્ટ, ફોસ્ફરસના ગુણ ભરપૂર માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જાણી લો અનાનસ તમારા માટે કેટલુ ફાયદાકારક છે.

અનાનસમાં વિટામીન એ અને બીટા કેરોટીન હોય છે. જે આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે અને આંખોની રોશની વધારે છે.

અનાનસમાં વિટામીન સીના ગુણ હોય છે. જે રોગપ્રતિકારક શકિત વધારે છે. જે તમને શરદી-ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓથી બચાવે છે.

 આજકાલ મોટા ભાગના લોકો ચરબીના સમસ્યાથી હેરાન હોય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અનાનસ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઓછી કેલેરી અને ફેટની માત્રા નહિવત હોય છે. તેથી વજન સરળતાથી ઓછો થાય છે. (૨૪.૩)

 

(9:44 am IST)