Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જમીન ઉપર બેસીને ભોજન કરવાથી મળે છે આ ફાયદા

આધુનિક યુગમાં બદલાતા જીવનધોરણના કારણે આજના સમયમાં લોકો નીચે બેસીને ભોજન કરવુ પસંદ નથી કરતા. લોકોને લાગે છે કે આ જૂનુ છે. પરંતુ, આજકાલ જમવાથી લઈને કામ કરવાની રીત સુધી બધુ બદલાઈ ગયું છે. આજકાલ લોકો ટેબલ ખુરશી પર બેસીને જમવાનું પસંદ કરે છે. પરંતુ, વર્ષોથી ચાલી આવતી નીચે બેસીને જમવાની પરંપરા એમ જ ફોકટ નથી. કહેવામાં આવે છે કે તેનાથી આપણા સ્વાસ્થ્યને કેટલાય લાભ મળે છે.

. જમીન ઉપર બેસીને ભોજન કરવાથી ગોંઠણ વાળવા પડે છે. તેનાથી ગોંઠણની કસરત થાય છે. તેમાં લચક રહે છે. જેના કારણે ગોંઠણની સમસ્યાથી બચી શકાય છે.

. જ્યારે આપણે જમીન પર બેસીને જમીએ છીએ કરોડરજ્જુના નીચેના ભાગ પર જોર પડે છે. જેનાથી તમારા શરીરને આરામ મળે છે. આ આસનમાં બેસવાથી પાચન ક્રિયા પણ દુરસ્ત રહે છે. જેના કારણે જમવાનું ઝડપથી પચી જાય છે.

. યોગ્ય રીતે જમીન પર બેસી ભોજન કરવાથી શરીરમાં રકતનો સંચાર બરાબર રહે છે અને સાથે જ નાડીઓમાં પણ ઓછો દબાવ મહેસૂસ થાય છે. પાચન ક્રિયાને બરાબર રાખવા માટે હૃદયનું પણ ખાસ કામ હોય છે. તેથી જ્યારે જમવાનું સરળતાથી પચી જાય તો હૃદયમાં સરળતાથી પોતાનું કામ કરશે.

. જ્યારે ભારતીય પરંપરા અનુસાર, આપણે જમીન ઉપર બેસીને ભોજન કરીએ છીએ તો તે રીતને સુખાસન કે પદ્માસનની રીતે જોવામાં આવે છે. આ આસન આપણા સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભકારક છે.

(9:44 am IST)