Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ફાઇઝર-બાયો એનટેક સહીત એસ્ટ્રજેનેકાની વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમણનો ભય રહે છે ઓછો......સંશોધકોનો અભ્યાસ

નવી દિલ્હી: ફાઈઝર-બાયો એનટેક અને એસ્ટ્રાજેનેકાનો કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધા બાદ જ સંક્રમણનો ખતરો ઘણી હદ સુધી ખતમ થઈ જાય છે.ઓકસફર્ડ યુનિ.નાં વૈજ્ઞાનિકોએ આકડા જાહેર કરીને તેની પૃષ્ટી કરી છે. સંશોધકોએ પોતાના અભ્યાસમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના ખતરાને ઓછો કરવાની ક્ષમતાને લઈને રસીમાં કંઈ ખાસ અંતર નથી. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે ફાઈઝર કે એસ્ટ્રેજેનેકા બન્નેમાંથી કોઈપણ રસીનો પહેલો ડોઝ લીધાના ત્રણ સપ્તાંહ બાદ લોકોમાં સંક્રમણનો ખતરો, 65 ટકા સુધી ઓછો થઈ ગયો હતો.જયારે બીજો ડોઝ લીધા બાદ ખતરો વધુ ઘટી ગયો હતો.સાથે સાથે આ રસી સૌથી પહેલા બ્રિટનમાં ઓળખાયેલ વાઈરસનાં નવા સ્વરૂપ સામે પણ અસરકારક છે. આ અભ્યાસ ડીસેમ્બરથી એપ્રિલ દરમ્યાન ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 3,70,000 થી વધુ લોકોનાં સેમ્પલ્સ પર આધારીત છે. ઓકસફર્ડના વરિષ્ઠ વૈજ્ઞાનિક પોવેલ્સે જણાવ્યું હતું કે કેટલાંક એવા દાખલા છે કે રસી લગાવવા છતાં પણ સંક્રમણ થયુ હોય અને આવી વ્યકિતઓ દ્વારા પણ સીમીત સંખ્યામાં સંક્રમણ ફેલાવાની ઘટના પણ બની છે.

(5:30 pm IST)