Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

નરભક્ષી દીકરાએ માતાના ૧૦૦૦ ટુકડા કરી તેને પોતાના કૂતરાની સાથે મળીને ખાધા

આ વ્યક્તિએ પહેલા તેની માતાનું મર્ડર કર્યું : તેના પછી તેની માતાની લાશના હજાર ટુકડાઓ કર્યા અને પછી તેને લંચ બોક્સમાં નાખ્યા પછી ન માત્ર પોતે ખાધા પરંતુ પોતાના કુતરાને પણ ખવડાવ્યા

લંડન, તા.૨૪ :  સ્પેનમાં એક નરભક્ષી માનવ હેવાન બની ગયો હતો. આ વ્યક્તિએ પહેલા તેની માતાનું મર્ડર કર્યું. તેના પછી તેની માતાની લાશના હજાર ટુકડાઓ કર્યા અને પછી તેને લંચ બોક્સમાં નાખ્યા પછી ન માત્ર પોતે ખાધા પરંતુ પોતાના કુતરાને પણ ખવડાવ્યા. ૨૮ વર્ષના એલ્બર્ટો સાંચેજ ગોમેઝ એક બેકાર વેઈટર છે અને તે મેડ્રિડમાં રહે છે. સાંચેજના ઘરે જયારે પોલીસ પહોંચી તો ૬૮ વર્ષની તેની માતા મારિયા ગોમેઝના કેટલાક બોડી પાર્ટ્સ ઘરના ફ્રિઝ અને પ્લાસ્ટીક બેગમાં મળી આવ્યા હતા.

રિપોર્ટ્સ પ્રમાણે, આરોપ સાબિત થવા પર સાંચેજને ૧૫ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઘટના અંગે પોલીસને ત્યારે ખબર પડી જયારે મારિયા ગોમેઝની એક મિત્રએ તેના ગુમ થવાને લઈને ચિંતા કરી હતી અને પોલીસને આ અંગે જાણકારી આપી હતી. પોલીસે તે પછી મારિયા ગોમેઝના ઘરની તપાસ કરી હતી, જયાં સાંચેજે ઘણી સરળતાથી પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જયારે પોલીસ ગોમેઝના ઘરે પહોંચી તો સાંચેજે દરવાજા ખોલ્યો હતો અને કહ્નાં કે મારી મા અહીં જ છે પરંતુ તે મરી ચૂકી છે.

મેં અને મારા કુતરાએ તેમને ખાઈ લીધા છે. પોલીસ સાંચેજના સ્ટેટમેન્ટથી શોકમાં આવી ગઈ હતી. પોલીસનું કહેવું છે કે સાંચેજે તેની માતા સાથે બોલાચાલી પછી તેને મારી નાખી હતી. સાંચેજની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતાના ટ્રાયલમાં કહ્નાં કે તેને ટીવી જાતી વખતે અવાજા આવતા હતા કે તેણે તેની માતાને મારી નાખવી જાઈએ. સાંચેજે મેડ્રિડ પ્રોવિન્શિયલ કોર્ટને કહ્નાં હતું કે આ અવાજા ક્યારેક પડોશમાંથી તો ક્યારેક ટીવીમાંથી તો ક્યારેક સિલેબ્સ કહેતા હોય તેવું લાગતું હતું.

જાકે ગેમોઝે કહ્નાં હતું કે તેને યાદ નથી કે ક્યારે તેણે પોતાની માતાને માર્યા પછી ખાધા છે. પોલીસે સાંચેજના અજીબો ગરીબ સ્ટેટમેન્ટ પછી તેની માનસિક સ્થિતિને લઈને હોસ્પિટલમાં તેની તપાસ કરાવી રહી છે. સાંચેજના સાઈકોલોજીકલ ટેસ્ટ કરાવ્યા પછી જાણી શકાશે કે તે કોઈ માનસિક બીમારીથી પીડાતો તો નથી ને.(૨૩.૪)

(5:28 pm IST)