Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

બ્રિટનનો સૌથી મોંઘો ડિવોર્સ કેસ : પુત્ર માતાને ૭૪૦ કરોડ રૂપિયા ચુકવશે

લંડન,તા. ૨૪: બ્રિટનના એક તલાક કેસમાં અદાલતે પુત્રને તેની માતાને ૧૦ કરોડ ડોલર ( અંદાજે રૂપિયા ૭૪૦ કરોડ) ચુકવવાના આદેશ કર્યા છે. બ્રિટનના આ સૌથી મોંઘા તલાક કેસમાં લંડનની એક અદાલતે અબજોપતિ ફરહાદ અખમેદોવના પુત્ર તૈમૂર અખમેદોવ પર આક્ષેપ કર્યા છે કે તેણે પોતાની પિતાની સંપત્ત્િ। છુપાવવાનું કામ કર્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે તૈમૂર એક બિનપ્રામાણિક વ્યકિત હોવાનું કહેતાં જણાવ્યું હતું કે પિતાની મદદ કરવા તે કાંઇપણ કરી શકે છે.

લંડનની એક અદાલતના જજ ગ્વેનેથ નોલ્સે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તૈમૂર અખમેદોવ પોતાની માતાને ૪૫ કરોડ ડોલર (અંદાજે ૩૩૦૦ કરોડ રૂપિયા)ની તલાક પેટે ચુકવવાની રહેતી રકમની ચુકવણી ના કરવા કાંઇપણ કરી શકે છે. જજે કહ્યું કે તૈમૂરે પોતાની માતાને ૧૦ કરોડ ડોલરની ચુકવણી કરવી પડશે. કેસ તપાસ દરમિયાન તૈમૂરે કહ્યું હતું કે તે વિદ્યાર્થી હતો ત્યારે જ પાંચ કરોડ ડોલરથી વધુનો વેપાર કર્યો હતો. તે વેપારમાં તેને નુકસાન થયું હતું. તેણે દલીલ કરી હતી કે પોતાના પિતાના તે નાણાને માતાથી છુપાવી નહોતો રહ્યો પરંતુ તેને વેપારમાં નુકસાન થયું હતું.

(10:11 am IST)