Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

શ્રીલંકાના હુમલાખોર ભણેલ-ગણેલ હતાઃ એક તો યુકેથી ભણેલ હતો : મંત્રી

શ્રીલંકામાં રવિવારના થયેલ સીરિયલ બમ ધમાકા વિશે મંત્રી રૂવાન વિજેવર્દને બતાવ્યુ છે કે આત્મઘાતી હુમલાખોરોમાંથી વધારે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગથી હતા અને એકનો અભ્યાસ વિદેશમાં થયો હતો. એમણે બતાવ્યુ કે જયાદાતર હુમલાખોરો આંતરરાષ્ટ્રીય કનેકશન્સ હતા અને એક આત્મઘાતી હુમલાખોરએ યુકેથી ભણ્યા પછી ઓસ્ટ્રેલિયાથી પોસ્ટ ગ્રેજયુએશન કર્યુ હતુ.

(11:20 pm IST)
  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST

  • શ્રીલંકાને ધણધણાવવા ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયેલ..: શ્રીલંકામાં અનેક વિસ્ફોટોની હારમાળા સર્જી સેંકડોના જીવ હરી લેવાના કાળમુખા બનાવમાં ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયો હતો : જેમાંથી ૮ને ઓળખી લેવાયાનું અને ૬૦ની ધરપકડ થયાનુ જાહેર થયુ છે : આ તમામ લોકો શ્રીલંકન નાગરીકો છે access_time 4:00 pm IST

  • મોદી વિરોધી મતોનું રાહુલ ગાંધી વિભાજન કરે છે: કેજરીવાલ: કેજરીવાલે પણ કહયું કે દિલ્હીમાં આપ-કોંગી રહયો નથીઃ રાહુલ ગાંધી ગઠબંધન ઇચ્છતા નથી access_time 4:00 pm IST