Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

અમેરિકામાં ખૂલી રહી છે પટેટો હોટેલ, એક રાતનું ભાડું છે ૧૪,૦૦૦ રૂપિયા

ઇડાહો તા. ર૪ : ૬ ટન વજન ધરાવતો એક બટાટો અમેરિકામાં ઇડાહો પટેટો ટ્રકમાં ભ્રમણ કરી રહ્યો હતો. ર૮ ફુટલાંબા, ૧પ ફુટ પહોળા અને ૧૧.પ ફુટ ઉંચા બટાટાની અંદર ક્રિસ્ટી વુલ્ફ નામની મહિલાએ સરસમજાનું ઘર બનાવી લીધું છે. એમાં ડબલ બેડ, બાથરૂમ, ડ્રોઇંગ-રૂમ બધું જ છે. અંદરથી ઇન્સ્યુલેશન અને ઇલેકિટ્રસિટીની વ્યવસ્થા પણ કરી છે. ૩૩પ સ્કવેર ફુટના આ રૂમની અંદર મજાનું ઝુમ્મર અને ફ્રિજ, લાઇટિંગ બધું જ છે. એમાં એક દિવસ રહેવાનું કપલ માટેનું ભાડું ર૦૦ ડોલર એટલે કે લગભગ ૧૪,૦૦૦ રૂપિયા છે.

(11:47 am IST)