Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

બિલાડીને શેવ કરીને ડાયનોસોર જેવો લુક આપવાનો સોશ્યલ મીડિયા પર અનોખો ટ્રેન્ડ

પ્રાણીઓ પાળવાના શોખીન લોકોને પોતાની સાથોસાથ પાળેલાં પ્રાણીઓને પણ સજાવવાની જબરી ચાનક ચડી છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર બિલાડીઓનો ટ્રેન્ડ હોટ છે. બિલાડીઓને ડાયનોકટ નામની હેરસ્ટાઇલ કરાવવાનું હમણાં જોરમાં છે. ડાયનોકટમાં જાણે ડાયનોસોરની પૂંઠ જેવો લુક આપવામાં આવે છે. એ માટે બિલાડીના આખા બોડીને શેવ કરી લેવામાં આવે છે અને માત્ર પીઠ પરની રૂવાંટીને સ્ટેપ બાય સ્ટેપ કાપવામાં આવી હોય છે. આવી બિલાડીઓની તસવીરોથી સોશ્યલ મીડિયાનાં એકાઉન્ટ્સ ઉભરાઇ રહ્યાં છે. લોકો એકબીજાને તેમની બિલાડીઓને આ ડાયનોકટ અથવા તો ડ્રેગનકટ લુક આપવા માટે ચેલેન્જ પણ આપે છે. માલિકોની મનસૂફીમાં બિચારી બિલાડીઓનો શું વાંક?

(11:34 am IST)